બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભાઈ – બહેનના પવિત્રપ્રેમના પ્રતિક ભાઈબીજના પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરી હતી ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની શરૂઆત યમુના મૈયાએ કરી હતી.
દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા.યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં.યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા.પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા.તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી. યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી.જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી.તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું.તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે તેમને મળવા આવશો. આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે, તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે.યમુનાની વાત સાંભળીને યમરાજ કહ્યુ તથાસ્તું.ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.જેથી દર વર્ષે કારતક સુદ બીજના દિવસે ભારતભરમાં ભાઈ – બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક તરીકે ભાઈબીજ નો ઠાબેર ઉજવાતો આવ્યો છે જેની વર્ષો વર્ષ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાઈ – બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા ભાઈબીજના પર્વની ઠેર ઠેર ઉજવણી
બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરી હતી