google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratપોઈચા નર્મદા માંથી ૧૯ કલાક બાદ ૧ મૃતદેહ મળ્યો : રેતી માફિયાને...

પોઈચા નર્મદા માંથી ૧૯ કલાક બાદ ૧ મૃતદેહ મળ્યો : રેતી માફિયાને કારણે પરિવારજનોના જીવ ગયાનો આક્ષેપ

- ભાવેશભાઈ વલ્લભભાઈ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો : સુરતના પરિવારના ૬ સભ્ય નર્મદા નદીમાં હજુ પણ લાપતા - NDRF અને પાલિકા ટીમો દ્વારા શોધખોળ હજી ચાલુ : સરકાર આવા લોકો સામે લાલ આંખ કરે એવી માંગ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

૧૯ કલાક બાદ બીજે દિવસે પોઈચા નર્મદા માંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.જોકે સુરતના પરિવારના ૬ સભ્ય નર્મદા નદીમાં હજુ પણ લાપતા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રેતી માફિયાને કારણે અમારા પરિવારજનોના જીવ ગયા છે.નદીમાં મોટા મોટા ખાડા પાડી રેતી ઉલેચવાથી ભુવા પડી ગયા છે.સરકાર પણ આવા લોકો સામે લાલ આંખ કરે એવી માંગ ઉઠી છે.જોકે હજી NDRF અને પાલિકા ટીમો દ્વારા શોધખોળ ચાલુ રખાઈ છે.આ સમગ્ર પ્રકરણમાં ખાણ-ખનિજ માફીયાઓ દ્વારા રેતીતા આડેધડ ખનનથી ઊંડા ખાડા પડી જતાં સર્જાતી દુર્ઘટના સામે સવાલો ઉઠ્યા છે. 

પોઈચા ખાતે જે ઘટના બની હતી અને કલાકો બાદ પણ જે ડૂબી ગયા હતા તેમનો કોઈ પત્તો મળતો ન હતો.જેનું એક કારણ નર્મદા નદીમાં આડેધડ રેતી ખનન થાય છે અને ખનીજ ચોરી થાય છે.રેતી માફિયાઓ નદીના પટની અંદર રેતી ખનન કરતાં ઊંડા ખાડા પડી જાય છે અને આ ખાડાની અંદર કોઈ ડૂબી જાય તો તેનો કોઈ હતો પતો પણ મળતો નથી.હાલમાં NDRF, ફાયર ફાયટરની ટીમો દ્વારા ૬ જેટલી બોટ,નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.૬૦ થી વધુ લોકો દ્વારા બચાવ કામગીરીમાં નર્મદા નદીમાં અઢી કિલોમીટર જેટલા વિસ્તારમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. સ્નાન કરવા માટે ગયેલા ૮ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગઈ હતી.એ દરમ્યાન ન્હાવા પડેલ મગનભાઈ નાનાભાઈ જીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધી હતી. NDRF, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી.આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિની શોધખોળ આદરવામાં આવી હતી. 

નાંદોદ પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.૧૪ મે ના બપોરથી આદરવામાં આવેલી શોધખોળમાં NDRF અને વડોદરાની કુલ મળી ત્રણ બોટ ઉપરાંત સ્થાનિક ત્રણ નાવડીમાં બચાવકર્મીઓ દ્વારા નર્મદા નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.ત્યારે આજ તા. ૧૫ને બુધવારના સવારે આઠેક વાગ્યે ભાવેશભાઈ વલ્લભભાઈ હડિયા નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. 

પ્રાથમિક અહેવાલો મુજબ ડૂબી જનારા પરિવાર મૂળ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે અને હાલમાં વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયા છે.ઉનાળું વેકેશનના કારણે આ પરિવાર પોઈચા ધામ અને કરનાણી ખાતે ધાર્મિક યાત્રાએ આવ્યો હતો અને તે સમયે આ દુઃખદ ઘટના બની હતી.હાલમાં નર્મદા જીલ્લા પ્રશાસન દ્વારા આ પરિવારને પોઈચા ધામ ખાતે રાખવામાં આવ્યો છે.

નાંદોદ તાલુકાના પોઈચા ખાતે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ઉપર ન્હાવા ગયેલા ૭ વ્યક્તિઓ ડૂબી જવાની ગોઝારી ઘટના બાદ રેતીની લીઝ બાબતે રાજપીપળા સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના કાર્યકારી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જણાવ્યું છે કે ત્રિવેણી સંગમ વાળી જગ્યા નજીક સાદી રેતી કે ગ્રેવલ્સની એક પણ લિઝ કાર્યરત નથી.વધુમાં ત્રિવેણી સંગમથી ઉપર વાસમાં એકાદ કિલોમીટર દૂર સાદી રેતી,ગ્રેવલ્સની ત્રણ લીઝ રાજ્ય સરકારના નિયમોનુસાર કાર્યરત હોવાનું જણાવેલ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!