google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratબીજીપી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને ૧૦ લાખનું અનુદાન

બીજીપી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને ૧૦ લાખનું અનુદાન

અંક્લેશ્વર,

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને બીજીપી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રૂપિયા ૧૦ લાખનું અનુદાન આપવામાં આવેલ છે.હોસ્પિટલ ઘણા વર્ષોથી મેડીકલ ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી આવી છે.હોસ્પિટલમાં આવતા સૌ દર્દીઓને ઉત્તમ સારવાર અને સેવા મળી રહે એવા ઉદેશ્ય સાથે હોસ્પિટલ હંમેશા અગ્રેસર રહે છે. 

બજીપી હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ દ્રારા હોસ્પિટલને ઘણી બાબતમાં સહયોગ કરેલ છે, તેમના આ સેવાભાવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એવા દર્દીઓ જે પોતાની આર્થિક સમસ્યાઓના કારણે પોતાની સારવાર સાથે અંદેખાઈ કરી લે છે. તે માટે બિજીપી હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ દ્વારા સેવાભાવી રૂપે જરૂરીયાતમંદ દર્દીઓ માટે રૂપિયા ૧૦ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. 

જયેશભાઈ પટેલે જણાવ્યું કે હોસ્પિટલ એક ખુબજ સારી અને દર્દીને ગમે એવી સેવા પ્રદાન કરે છે.કોઈપણ એવો દર્દી જે પોતાની સારવાર આર્થિક સમસ્યાને કારણે અધૂરી મૂકી જાય છે,તેવા દર્દીઓ માટે આ અનુદાન આપવામાં આવેલ છે તેવા કોઈ પણ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તેવો અમારો પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ અમે આવા દર્દીઓ માટે અમે અગ્રેસર રહીશું.

આ પ્રેસ્કોનફ્રેન્સમાં બીજીપી હેલ્થકેર તરફથી જયેશ પટેલ ડાયરેક્ટર અને ઉત્સવ પટેલ હાજર રહ્યા હતા તથા હોસ્પિટલના કમિટી મેમ્બર દશરથ પટેલ અને એ.આઈ.ડી.એસના જનરલ મેનેજર ડૉ.નિનાંદ ઝાલા તથા મોદી હોસ્પિટલ વતી ડૉ.આત્મી દેલીવાલા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!