google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratનર્મદાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1100 ફૂટ સાડી (ચૂંદડી) નર્મદા...

નર્મદાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1100 ફૂટ સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરાશે

- નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા માં નર્મદા જિલ્લા માંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ મા નર્મદા જયંતી એ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.

૧૬ મીએ નર્મદા જયંતિ હોવાથી નર્મદા મા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વકનર્મદા જયંતિ ઉજવાશે.નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ મહત્વ છે.નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1100 ફૂટ સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો છે જેના હજારો ભક્તો 1100 ફૂટ લાંબી સાડી (ચૂંદડી) હાથમા પકડી નાવડીઓ દ્વારા એને સામે કિનારા સુધી લઈ જઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરશે.નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવશે સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!