google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચના ભોલાવ વિસ્તારની ૯ જેટલી સોસાયટીમાં ૧૨ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્યના...

ભરૂચના ભોલાવ વિસ્તારની ૯ જેટલી સોસાયટીમાં ૧૨ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું

ભરૂચ,

ગુજરાતમાં ચૂંટણી બાદ ૧૫૬ સીટો પર ભાજપની જીત થઈ ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે.ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુધ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં વિસ્તારોમાં આવતી ૯ સોસાયટીના ૧૨ જેટલા વિકાસના કામોનું  ધારાસભ્યની ગ્રાન્ટ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સરકારી ૩૧ લાખ ઉપરાંતની ગ્રાન્ટ માંથી રોડ-રસ્તા, પેવર બ્લોક, ગટર લાઈન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમને ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ,ડેપ્યુટી સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભોલાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!