google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeવાગરાના ગંધાર ફૂડ કંપનીમાં કામ કરતાં ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરી સંચાલક...

વાગરાના ગંધાર ફૂડ કંપનીમાં કામ કરતાં ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરી સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

વાગરા,

ભરૂચના શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતાં રવિન શૈલેષ બ્રહ્મભટ્ટ પાસે ચાંચવેલ ખાતે યોજાયેલાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત આવી હતી કે વાગરાની મુલેર ગામે આવેલી ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં નાની વયના લોકો પાસે કામ કરાવાય છે.જેના પગલે તેમણે ભરૂચ ચિલ્ડ્રન હોમના મયુર મોરે,જીલ્લા બાળ સુરક્ષા એકમના સોશ્યલ વર્કર અંકિતા વસાવા સહિત પોલીસકર્મીઓ સાથેની રેડિંગ પાર્ટી સાથે ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં ચેંકિંગ કર્યું હતું.ચેઇકંગ દરમ્યાન તેઓને ૬ મહિલા તેમજ ૭ પુરૂષની ઉમર ૧૮ વર્ષથી નીચે હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેમાં પણ બે સગીરા ૧૧-૧૨ વર્ષની હોવાનું જણાયું હતું. જેના પગલે ટીમે તમામ ૬ બાળાઓને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને તેમજ ૭ સગીર તરૂણોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કુકરવાડાને સોંપવામાં આવ્યા હતા.જ્યારે કંપનીના સંચાલક અને માલિક જૈનુલઆબેદિન ઈબ્રાહિમ પટેલ વિરૂદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!