ભરૂચ,
૧૪ મી એપ્રિલ એટલે ભારત બંધારણ ના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ.તેઓની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર – ઠેર ઉજવણી કરવામાં આવી હતી અને રેલ્વે સ્ટેશન સ્થિત તેઓની પ્રતિમાને ફૂલહાર કરી નમન કરી ઉજવણી કરવામાં આવી હતી.
ભારત રાષ્ટ્રનાં રાષ્ટ્રનિર્માતા વિશ્વ જ્ઞાનના પ્રતિક, યુગપુરુષ દેશ નાં બહુજન સમાજ અનુસુચિત જાતિ – જનજાતિ અને પછાત વર્ગના માનવીય મૂલ્યો રૂપી અધિકારો સમતા – ન્યાય – સ્વતંત્રતા – બંધુત્વતા ભારતરાષ્ટ્ર નાં સંવિધાન માં આલેખી હજારો વર્ષોથી અધિકારોથી વંચિત એવા સમાજને રાષ્ટ્રનાં પ્રવાહ માં ભળીને આત્મસન્માન થી જીવી શકે તેવી વ્યવસ્થા કરી તથા મફત ફરજિયાત અનિવાર્ય શિક્ષણ – નોકરી – રોજગાર – આરોગ્ય તથા જમીન સંપત્તિ નાં અધિકારો ધાર્મિક સ્વતંત્રતા – ભાઈચારો તથા ન્યાય મળી શકે તેના માટે વિવિધ અનુચ્છેદો દ્વારા બંધારણીય અધિકાર આપ્યા,પરંતુ આઝાદીનાં ૭૭ વર્ષ પછી પણ બહુજન સમાજ અધિકારથી વંચિત રહ્યો હોય તેમ નજરે પડે છે તથા જાતિવાદ – ભેદભાવ – અન્યાય અને અત્યાચાર હજારો વર્ષોથી અવિરત ચાલ્યો આવે છે તેમાં કંઈ પણ સુધારો જણાય રહ્યો તેમ દેખાતું નથી.તેમજ સંવિધાન – સંસદીય પ્રણાલી અને લોકશાહી પર ખતરો તથા મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે “એક યુગ મે એક યુગપુરુષ જીતનાં કાર્ય નહીં કર શકતા ઉનસે કહીં ગુણા જ્યાદા કાર્ય મેં ને ચંદ સાલો મેં બહુત હી કઠિનાઈયા ઝેલકર બેસુમાર વિરોધીઓ કા સામના કરકે યહ કારવાં જો આજ ઈસે યહાં દેખ રહે હો..ઉસે આગે ન લેજા પાયેં કિસી ભી હાલત મેં પીછે મત જાને દેના યહ મેરે અનુયાયીઓ કો મેરા અનુરોધ હે….ભગ્ન હૃદયે કહેલ કથન
ત્યારે આજે ૧૩૩ મી જન્મ જયંતી નિમિત્તે સામાજિક ઋણ અદા કરવા બામસેફ ઈન્સાફ બી.એમ.જી સંગઠન તેમજ બહુજન સમાજના વિવિધ સંગઠનો,ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓની પ્રતિમાને ફુલહાર વિધિ કરી તેઓ ના કાર્યોને બિરદાવ્યા હતા.
રેલ્વે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડરની પ્રતિમાને ભાજપના ઉમેદવાર મનસુખ વસવા,ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો,ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસવા,ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોએ ફુલહાર કરી નમન કર્યા હતા.તો બીજી તરફ બહેચરભાઈ રાઠોડ બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ,મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઈન્સાફ, તથા બામસેફ-ઈન્સાફ સંગઠનનાં કર્મઠ સમર્પિત સામાજિક યૌધ્ધા શુભચિંતક તથા અધિકાર ગણ કર્મચારીઓ મહિલા યુવા કાર્યકરો સહિતના આગેવાનો કાર્યકરો તથા બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.