google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeCrimeઅંકલેશ્વરની હોટલના પાર્કિંગ માંથી ૧૪.૩૫ લાખનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો

અંકલેશ્વરની હોટલના પાર્કિંગ માંથી ૧૪.૩૫ લાખનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો

- એક આરોપીને દારૂ અને ટેમ્પો મળી ૨૪.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત - પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર,

ભરૂચ એલસીબી એ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલી ચૌધરી પેલેસ હોટલના પાર્કીંગમાં પાર્ક કરેલા આઈસર ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૭૯૨ અને ટેમ્પાની કિંમત મળી કુલ રૂ.૨૪.૩૯ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડી સાથે સુરતના એક ઈસમને ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આગામી દિવસોમાં વર્ષના છેલ્લો દિવસ એટલે થર્ટી ફર્સ્ટને ઉજવવા અને નવા વર્ષને આવકારવા માટે લોકો તૈયારીઓમાં લાગી ગયા છે.જેને લઈને બુટલેગરો પણ રૂપિયા કમાવવા માટે દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે.જોકે તેમના આ મનસૂબાઓ પર પોલીસ કામિયાબ નથી થવા દેતી.ભરૂચ જીલ્લા ઈન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ જીલ્લામાં ચાલતી દારૂ અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી દેવા સૂચનાઓ આપી હતી.જેના ભાગરૂપે એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં એક ટીમ અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર કામગીરી કરી રહી હતી.તે સમયે માહિતી મળી હતી કે હોટલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં તાડપત્રી બાંધેલા એક આઈસર ટેમ્પો પાર્ક છે.જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભડેલો છે.જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તલાસ કરતા આઈસર ટેમ્પોમાં રબડ ફ્રોમ વેસ્ટેજની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૯૭૯૨ કિંમત રૂા. ૧૪,૩૫,૫૦૦ મળી આવ્યો હતો.સાથે આઈસર ટેમ્પોની કિં.રૂ.૧૦ લાખ અને મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.૨૪,૩૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ગજાનન વિષ્ણુભાઈ જાદવને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય આરોપી સંજય ઉર્ફે સંજુ દાઢી ગવાણે,નરેશ મેવાડા અને દીપકને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!