અંક્લેશ્વર,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ૧૦૦૮ નારિયેળ માંથી બનેલા ૧૪ ફૂટના શિવલિંગને દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું.
આજે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી.ત્યારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીક વરદાની ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં ૧૦૦૮ નારિયેળ માંથી બનેલા ૧૪ ફૂટના શિવલિંગને દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું.
જોકે, મોટી સંખ્યામાં ભક્તોએ નારિયેળ માંથી બનેલા શિવલિંગના દર્શન કરીને દર્શન ધન્યતા અનુભવી હતી. બ્રહ્મકુમારીઝના અનિલા દીદીએ જણાવ્યું હતું કે, ભગવાન શિવના દર્શન કરી સૌભક્તો ધન્ય બન્યા છે. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અવારનવાર વ્યશનમુક્તિના કાર્યક્રમો યોજી લોકોને ધાર્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સાથે જ આજના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ધર્મપ્રેમી જનતાને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શુભકાનાઓ પાઠવવામાં આવી હતી.