google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratઅંક્લેશ્વર ખાતે ૧૪મો AIA ઈન્ડસ્ટ્રિયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે...

અંક્લેશ્વર ખાતે ૧૪મો AIA ઈન્ડસ્ટ્રિયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું

- ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી થતા આદાન - પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી - નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થશે : સાંસદ મનસુખ વસાવા - ઘર આંગણે થનારા એકસ્પોથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને તેનો સૌથી વધારે લાભ થશે : કલેક્ટર તુષાર સુમેરા

અંકલેશ્વર,
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસો. ૧૪મો ત્રિદિવસીય AIA ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ સમારંભ વેળાએ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા અને અંકલેશ્વર મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ સમારંભમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગ્ટય કરી આ મેગા પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ એકસ્પોમાં નાના-મોટા થઈને ૨૫૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.મહાનુભાવોએ આ એકસ્પોમાં લાગેલા સ્ટોલની મુલાકાત યોજી હતી.આ એક્ઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઈડસ,ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ,એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ,પોલ્યુશન કન્ટ્રોલ ઈકવીપમેન્ટસ, ઈલેકટ્રીકલ્સ ઈલેકટ્રોનીક્સ વગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ AIA ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૪ના આયોજનને બિરદાવ્યું હતું.ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી થતા આદાન – પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી – નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થાય છે. દેશનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરવો પણ જરૂરી બને છે.ઉદ્યોગોના વિકાસના માધ્યમથી જ સારો ટકાઉ વિકાસ સાધી શકશે.વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
આ તબક્કે કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ૧૪ વર્ષના ભૂતકાળમાં એકસ્પો થકી ધણાં લોકો લાભાવન્તિ થયા હશે એટલે જ અવિરતપણે આજે પણ આ ઈન્ડટ્રીયલ એકસ્પો અંકલેશ્વર ખાતે યોજાઈ રહ્યો છે.આ સમયે એકસ્પોને ખરાં અર્થમાં સમજવાની તક સાંપડી છે.
પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે ઈન્ડસ્ટ્રીઝ અને બિઝનેસમેન વચ્ચે એકસ્પો સેતુરૂપ ભૂમિકા રચી રહ્યો છે.આપણા ઘર આંગણે થનારા આ એકસ્પોથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને તેનો સૌથી વધારે લાભ થનાર છે. માહિતિ અને ટેકનોલોજીનું આદાન -પ્રદાન થવાથી આંતર-માળખાકીય સુવિધા,ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા, તેના સુઝાવ જેવી વિવિધ પ્રવૃતિઓથી લોકો અવગત થશે.વધુમાં તેમણે ગાંધીનગર ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાતના પોતાના અનુભવો વર્ણવી તેમણે કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે ઈન્ટરનેશનલ ફોરમ થઈ આગળ વધી ગઈ છે.જ્યાં ભારત અને ગુજરાત સાથે અન્ય દેશોમાં પણ બિઝનેશ કરવાની તકો સાંપડી છે.આવનારા સમયમાં વેસ્ટર્ન ઈન્ડિયાનો સોથી મોટો એક્સ્પો અંકલેશ્વર ખાતે થાય તેવી શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.જેમાં માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટો માંથી બેસ્ટ એકસપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેચીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ AIA ઈન્ડસ્ટ્રીયલ એક્ષ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી, વટવા,નંદેસરી,દહેજ,ઝઘડીયા,પાનોલી, નરોડા, ભાવનગર,ઓઢવ,સાયખા, વિલાયત તેમજ આસપાસના રાજયોમાંથી પણ પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, મુલાકાતીઓ પણ ભાગ લીધો હતો.
આ વેળાએ જશુભાઈ ચૌધરી પ્રમુખ AIA,હીંમતભાઈ શેલડીયા એકસ્પો ચેરમેન,હર્ષદભાઈ પટેલ, ડૉ.વલ્લભભાઈ ચાંગાણી,હસમુખભાઈ દુધાત તેમજ નાયબ કલેક્ટર નતીશા માથુર,અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ મંડળ ના હોદ્દેદારો અને આગેવાનો અન્ય પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!