google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઅંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા : સમાજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા - શિક્ષણનું પ્રમાણ વધારવા,વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર ભાર મુકાયો

અંકલેશ્વર,
ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14 મો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.જેમાં વ્યસનમુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું.અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14 મો સ્નેહમિલન કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો.સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમાજમાં વિવિધ ક્ષેત્ર અનોખી સિદ્ધિ હાસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્ર આહિર સમાજના પી.એસ.આઈ,ડોક્ટર,વકીલ,જજ સહિતના પોલીસ કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું તેઓનું પણ સમાજ દ્વારા સન્માન કરાયું હતું.જેમાં ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા,વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા,સનાતન ધર્મના ગાડી પતિ સોમદાસ બાપુ,સમાજ આગેવાન મગનભાઈ આહિર,પ્રમુખ સાજનભાઈ આહીર,સરકારી આગેવાન સુરેશભાઈ આહિર, નાગજીભાઈ કિશોરભાઈ પિઠીયા, નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભર માંથી ઉમટેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!