ભરૂચ,
ભરૂચની પેહલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોની ૧૫ વર્ષ જૂની ગેસ પાઈપલાઈનની રજુઆત તંત્ર,ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા નીવડ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ભરૂચ તાલુકાના તવરા ગામમાં ગેસ લાઈન માટે ગ્રામજનોએ અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી તવરા ગામ ગેસ લાઈન વિહોણું છે.છેલ્લા ૧૫ વર્ષથી તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે,છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તવરા ગામમાં ગેસ લાઈન આવી નથી.
દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત જીલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમ્યાન મોટી મોટી ડફાસો મારી જતા હોય છે.છેલ્લી ત્રણ વિધાનસભાના પ્રચારમાં આ મુદદે વારંવાર રજૂઆતો થાય છે છતાં હજી ગામમાં ગેસ લાઈન આવી જ નથી.ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઈનનું જોડાણ કયા કારણોસર કયા રાજકીય આગેવાનના કારણે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બની બન્યો છે.
ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપી માં સમાવેશ થયો છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે.આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે.પરંતુ હજી સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઈનનું જોડાણ નથી આપવામાં આવતા ગામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગામના છેવાડે અને ગામને અડીને આવેલી સોસાયટીઓને પણ ગેસ લાઈનને જોડાણ આપી દેવામાં આવ્યું છે. માત્ર નીજેવા અંતરમાં જ ગામજનોને પણ ગેસ લાઈનનું જોડાણ આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે જોવું રહ્યું આવનાર દિવસોમાં કેટલા સમય સુધીમાં ગ્રામજનોને ગેસ લાઈનનું જોડાણ આપવામાં આવે છે કે કેમ?
છેલ્લા કેટલાક સમયથી અમે ગામજનો વારંવાર લેખિતમાં મૌખિકમાં પણ રજૂઆતો કરવામાં આવી છે કે અમે ગામજનોને ગેસ લાઇન આપવામાં આવે. એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી ગુજરાત ગેસ દ્વારા કોઈ જ પ્રકાર ની કામગીરી કરવામાં આવી નથી.તો શું આ લોકો ગ્રામજનોને ગેસ લાઈન આપવા માંગતા નથી કે શું ગામના જાગૃત નાગરિક દેવેન્દ્રસિંહ તવરા જેવો એ નિવેદન આપ્યું હતું.
ભરૂચની જાહેર થયેલી પેહલી ટીપીના તવરાના ગ્રામજનોને ગેસ લાઈન માટે ૧૫ વર્ષથી અન્યાય
- એક નેતાના ઈશારે ગ્રામજનોને ગુજરાત ગેસની લાઈન મળતી નહિ હોવાનો આક્રોશ - તવરાની જાહેર થયેલ ૫ ટીપી અને ઝાડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઈનની થતી લ્હાણી સામે સવાલો