– આગનો કોલ મળતા જ જીએનએફસી અને ભરૂચ પાલિકાના ફાયર ટેન્ડરો સ્થળ પર દોડયા હતા
– કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો : દુકાનોમાં રહેલો સમાન બળીને ખાખ
ભરૂચ,
ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલા પ્લેટેનિયમ શોપિંગ સેન્ટરની ચાર દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટેનિયમ શોપિંગમાં આવેલ એક નમકીનની એજન્સીમાં સવારના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.જોકે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતા શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય ત્રણ દુકાનોને પણ આજે પોતાની ઝપેટમાં લેતા કુલ ચાર દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.ચાર દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા.તો બીજી તરફ લોક ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અને જીએનએફસી કંપનીના ફાયર વિભાગને કરવામાં આવતા કુલ ચાર જેટલા ફાયર ફાઈટર દ્વારા આવી પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કવાયતમાં લાગ્યા હતા.કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.આગ ક્યાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું ન હતું પંરતુ દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામતા દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના નંદેલાવ થી ચાવજ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર ગેરકાયદેસર લારી ગલ્લા સાથે પાકી ઈમારતો ઉભી થઈ જતાં ફાયર વિભાગને પહોંચવામાં અગવડતા પડી હતી.ત્યારે તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તો માર્ગ ખુલ્લો થઈ શકે અને વાહન વ્યવહાર સરળતાથી અવરજવર કરી શકે.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is