(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ એક્યુમ કેમિકલ કંપની માંથી કોપરના પ્લેટની ચોરી કરનાર વોન્ટેડ આરોપીને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો હતો.જીલ્લામાં વધતી જતી વિવિધ ગુનાખોરી અટકાવવા અને વણઉકલ્યા ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ સ્ટાફના હસમુખભાઈને મળેલ બાતમી મુજબ તેમજ ઈ-ગુજકોપ પોકેટ કોપના આધારે ઝઘડિયા જીઆઈડીસીની એક્યુમ કંપનીમાં થયેલ ચોરીમાં વોન્ટેડ આરોપી રાહુલ મુન્નપાલ પાલ હાલ રહે.રાજપીપલા ચોકડી અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને જીઆઈડીસી વિસ્તાર માંથી પોલીસે ઝડપી લીધો હતો.સદર કંપનીમાં થયેલ ચોરી બાબતે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is