(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
છોટાઉદેપુર જીલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજીત આદિવાસી કાર્યક્રમમાં જાહેર મંચ પરથીઅલગ ભીલ પ્રદેશનો મુદ્દા સામે શિક્ષણ મંત્રીને જાહેરમાં વળતો જવાબ આપી જાહેરમાં ઝાટકણી કાઢતા ફરી એક વાર રાજકારણ ગરમાયુ છે.
બે દિવસ પહેલા રાજપીપલાની એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મંત્રીએ ચૈતર વસાવા સામે અલગ ભીલ પ્રદેશની માંગ મુદ્દે જાહેર મન્ચ પરથી ચૈતર વસાવાની ઝાટકણી કરી હતી અને કહ્યું હતું કે ચૈતર વસાવા નું નામ છેતર વસાવા છે..જે..છેતરવાનું કામ કરે છે..જે છેતરી આદિવાસીઓને જશે .ચૈતર વસાવા ની અલગ ભીલપ્રદેશની માંગણી ને નકારી..કહ્યું હતું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.
ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખ વસાવા ભેગા થઈને મોદીને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ પણ અલગ ભીલ પ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાનું..?આ નિવેદન સામેછોટાઉદેપુર જીલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજીત આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રીને વળતો જવાબ આપી જાહેર મન્ચ પરથી શિક્ષણ મંત્રીને આડે હાથે લીધા હતા.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હું શિક્ષણ મંત્રીને કહેવા માગું છું કે તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તમે જે જગ્યાએ આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ક્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે શિક્ષણ અંગેનું ચિંતન કરવું જોઈએ કે કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે.શિક્ષણના નામે આદિવાસી વિસ્તારમાં એક જ શિક્ષકની ઘણી શાળાઓ ચાલે છે એની ચિંતા કરવી જોઈએ.વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ મળતી હતી તે બંધ કરી દીધી તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ.એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા હતા.
શિક્ષણ મંત્રી કહે છે કે ભીલ પ્રદેશ તો અમે કાલે આપી દઈએ પણ કઈ રીતે ચલાવશો એનો પણ જવાબ આપતા છેતર વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો હું તેની જાણ માટે કહું છું કે આદિવાસી વિસ્તારમાં પાણી, ખનીજ,વીજળી,, લિગ્નાઇટ રેતી, પથ્થર,જળ,જંગલ,રેતી માંથી કરોડોની ઈન્કમ આવે છે એનાથી આ દેશ ચાલે છે.માચીશથી લઈને તમામ વસ્તુઓનો ટેક્સ અમે ભરીએ છીએ. તમારા મળતીયાઓ, એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો, એનજીઓ, ટ્રાયબલ સપ્લાન નું કરોડો બજેટ વાપરે છે ત્યારે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ.ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈફ ચાન્સલર બોગસ યુનિવર્સિટીના આધારે નોકરી કરી ગયા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ.પણ તે આપી નથી શકતા અને હવામાં ફાંકા ફોજદારી કરો છો.દિવસે તમારી સરકાર આ સમાજને સિંચાઈનું પાણીઆપશે, સારુ શિક્ષણ મળશે.તે દિવસે અમે તમારું સન્માન કરીશું.જે દિવસે તમારી સરકારમાંથી અમને અલગથી પ્રદેશ અપાવી દેશે તે દિવસે અમે તમારું જાહેરમાં સન્માન કરીશું એમ કહી ફરીથી ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉછાળ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is