ભરૂચ,
SRF ફાઉન્ડેશન,ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતિ તેમજ જીલ્લા શિક્ષણ તાલિમ ભવન અને નેત્રંગ તાલુકાની ૧૮ પ્રાથિમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા ૧૮ પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન પ્રાથમિક શાળા મૌજા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે ૧૦૦ શિક્ષકો,૧૮ આચાર્ય મિત્રો તેમજ ૧૧૧ જેટલા બાળકો સામેલ હતા.SRF લીમીટેડ દહેજના IT Dept. Head અંકુર રાયજાદા,તેઓનું પરિવાર અને ભાવેશ ગોહિલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્તિથ રહ્યા હતા.અતિથિ વિશેષ તરીકે તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ્ભાઈ વસાવા, નેત્રંગ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ હરિસિંહ વસાવા, ૧૮ શાળાના આચાર્ય તેમજ ગ્રુપના ગ્રુપાચાર્ય,યજમાન શાળાના આચાર્ય જીતુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જીલ્લા શીક્ષણ તાલિમ ભવન ખાતેથી ડૉ.જતિન મોદી મૂલ્યાંકન અધિકારી તરિકે ખાસ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા તમામ શાળાનું મૂલ્યાંકન કરેલ અને ૧૮ શાળા પેકી શ્રેષ્ઠ TLM પ્રદર્શન કરનાર શાળાઓને ૦૧ થી ૦૫ નંબર આપવામાં આવેલ.આ શૈક્ષણિક મેળાનો હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ TLM જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો અને એ થકી અન્ય શાળાના શિક્ષકો પણ એક બીજા પાસેથી નવું શીખી શકે અને તેનો પોતાના વર્ગખડમાં બાળકોને ભણાવવામાં માટે ઉપયોગ કરી શકે.
આ પ્રસંગની સાથો સાથ SRF ફાઉન્ડેશન દ્વારા આખા વર્ષ દરમ્યાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાઓમાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થયેલ હતા તેઓને અલગ અલગ ઈનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.અતિથિ વિશેષ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ્ભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે આ એક ખુબજ સુંદર અને એક બિજા પાસેથી શિખવાનુ ઉતમ જગ્યા SRF દ્વારા પુરુ પાડવામાં આવ્યુ એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.શૈક્ષણિકમેળામા શિક્ષકો દ્વારા તૈયાર કરવામા આવેલ TLM અને નવિનીકરણ પેડાગોજી બાળકો ના શિખવા અને શિખાવામા મદરૂપ થાઈ એવી ઉમદા સામ્ગ્રી શિક્ષકો દ્વારા સ્ટોલો બનાવામા આવ્યા હતા.જેમા વિજેતા થનાર શાળાઓ એમા પ્રા.શાળા મૌજા, પ્રા. નેત્રંગ કન્યા,પ્રા.શાળા ઝરણા,પ્રા શાળા મોટાજમુડા અને પ્રા.શાળા કાંટિપાડા શાળાઓએ ખુબજ સારુ પ્રદર્શન કર્યુ હ્તુ અને ૦૧ થી ૦૫ નંબર માં સ્થાન હાંસલ કર્યુ હતું.વિજેતા થનારા આ દરેક શાળાઓને પ્રોત્સહિતરુપે ઈનામ મુખ્ય મહેમાનોના હસ્તે આપવામા આવ્યુ હતું સાથે સાથે સરપંચો,સદસ્યો અને શાળાની એસ.એમ.સી સમિતિના સભ્યો જે શાળાના વિકાસમા સતત મદદરુપ થતા એવા તમામ મહાનુભાવોનું સાલ ઓડાવીને તેઓનું સન્માન કરવામા આવ્યુ. હતુ. પ્રાથમિક શાળા મોજાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
SRF ફાઉન્ડેશન દહેજના ભાવેશ ગોહિલ દ્વારા કરવામાં આવતી પ્રવુતિઓ વિશે જાણકારી આપી હતી અને જણાવ્યુ હતું કે તમામ શાળાઓનો આવોજ સાથ અને સહકાર મળતો રહે તો આગામી વર્ષોમાં આના કરતા પણ સારું એવું પરિણામ આપણે હાંસલ કરી શકીયે છીએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા અમને હર હંમેશા મદદરૂપ થવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે દરેક શિક્ષકો અને આચાર્યોનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ થકી શાળાના બાળકોને પ્રોત્સાહન મળેલ છે તેમજ શૈક્ષણિક કાર્યમાં પણ આ TLM ખુબ મદદરૂપ થનાર છે.અંતે આ કાર્યક્રમની આભારવિધિ SRF ફાઉન્ડેશન નેત્રંગના પ્રોગ્રામ ઓફિસર સુનિલ ગામિત દ્વારા કરવામાં અને ભરૂચ જીલ્લાના તમામ સ્ટાફના અથાગ પ્રયત્નો દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is