ભરૂચ,
ભારતની આધ્યાત્મિકતામાં સ્વામી વિવેકાનંદજીનું યોગદાન વિષય પર ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ના યુવા દિવસ નિમિત્તે ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી અને ભારતીય વિચાર મંચ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રા.ડૉ.અશ્વિનભાઈ કાપડિયાનું વ્યાખ્યાન યોજાયું હતું.જેમાં બુદ્ધિજીવી શ્રોતાઓએ પ્રવચનને પચાવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૩ ભારતનો વિચાર અમેરિકાના શિકાગો શહેરમાં એક ધર્મ સભામાં મૂક્યો અને એ સભા જ નહીં સમસ્ત વિશ્વ એમના એ વિચારથી મંત્રમુગ્ધ થઈ ગઈ એ સ્વામીજીના અદ્ભૂત વિચારોની દેણ હતી.
‘વિચાર’ શબ્દનું સમસ્ત વ્યાખ્યાન પર પ્રભુત્વ રહ્યું એ જ સાબિત કરે છે કે સારા વિચારોને જો સમય વેડફયા વિના અમલમાં મૂકવામાં આવે તો એ જરૂર પ્રભાવાત્મક અસર ઉપજાવે છે અને રાષ્ટ્રના ઉત્થાનનું કારણ બને છે.શ્રેષ્ઠ વિચાર આ જગતમાં જે બદલાવ આવી રહયો છે જે વિચારોનું પ્રભુત્વ સાબિત કરે છે આથી સારું વિચારો અને ઉન્નત અનુભવો.
હાલ ભારતની જન્મોત્રી લખાઈ રહી છે અને એ જન્મોત્રીમાં એક સારો વિચાર ગોવર્ધનની ટચલી આંગળી જેવું કામ કરે છે.જો આપણે પણ આપણાં પ્રયત્નોની આંગળી અડાડીએ તો ભારત માટે કઇંક કર્યાનું પુણ્ય પામી શકીએ એમ છીએ તો આપણે પણ એવા પ્રયત્નો કરવા જોઈએ એવી હાંકલ તેઓએ પ્રવચનમાં કરી હતી.જો ભારતની જન્મોત્રી લખાય છે તો એમાં આપણે એમાં આપનું યોગદાન આપવું જોઈએ.વ્યાખ્યાન દરમ્યાન અશ્વિનભાઈ કાપડિયા પાસેથી ૧૮૯૩ ની ૧૧ મી સપ્ટેમ્બર અમેરિકા શિકાગોના કોલંબસ હોલમાં સ્વામી વિવેકાનંદના પ્રવચન દરિયાન શું થયું હતું તેની અપ્રસારિત વાત જાણવા મળી કે જેનો ઉલ્લેખ આ પહેલા આપણાં સૌની જાણ બહાર હતો.યાદ રહે કે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને ભારતમાં યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.સૌના પ્રેરણાદાયી એવા સ્વામી વિવેકાનંદનું ભારતની આધ્યાત્મિકતામાં શું યોગદાન રહ્યું તે વિષયને પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરતા પ્રા.ડૉ.અશ્વિનભાઈ કાપડિયા ભાવવિભોર થઈ ગયા હતા.
કે જે ચોક્સી પબ્લિક લાયબેરી અને ભારતીય વિચાર મંચના આ સંયુક્ત કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સુનિલ ક્ષોત્રીયજીએ ડૉ. અશ્વિન કાપડિયાનું પુસ્તક ભેટ આપી અભિવાદન કર્યું હતું.સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું હતું.પરિચય જિગ્નેશ ભીમરાજ દ્વારા આપવામાં આવ્યું હતું.કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલે લાયબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોક્સી અને મનન ચોક્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is