(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ઉત્તરાણનું પર્વ છે ત્યારે અત્યારથી જ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસીયાઓમાં પતંગ પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉતરાણ પર્વે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.ખાસ કરીને અહીં નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે.
ઉતરાણ પર્વને આગલે દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે અને ઉતરાણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરે છે.એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે અને શિરડીની મીઠાશ અને કારણે મામા ભાણેજ વચ્ચેના સંબંધ મીઠા બને છે.હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે જોકે શેરડીનો એક સાંઠો ૩૦ થી ૪૦ રૂપિયે વેચાઈ રહ્યો છે.
આ પ્રસંગે વેપારીએ જણાવ્યું હતું કેઉતરાણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે.એ ઉપરાંત બોર ચીકીનું પણ દાન કરવાનો રિવાજ છે.આ મકરસંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.શેરડી મીઠાસનું પ્રતીક છે.એનાથી સબંધોમાં મીઠાસ આવે છે અને કડવાશ દૂર થાય છે.
આ ઉત્તરાયણના દિવસે નર્મદા જીલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે આ પરંપરાને સાચવવા અને પરિવારો ના જીવનમાં કાયમી મીઠાશ યથાવત રાખવા શેરડીનું દાન કરે છે.એક માન્યતા પ્રમાણે ઉતરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી સો બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે અને આ દાન શ્રેષ્ઠ મનાય છે.ત્યારે તલ અને ગોળ આર્થિક રીતે ના ખરીદી ન શકતા આદિવાસીઓ શેરડીનું દાન કરી આ દિવસને સાર્થક કરે છે.વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાસની જેમજ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાશ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણેજ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is