best news portal development company in india

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

SHARE:

ભરૂચ,

બ્રહ્માકુમારીઝ સંસ્થાને ગુજરાતમાં ૬૦ વર્ષ પૂર્ણ થતાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય પરીવાર દ્વારા ગુજરાતમાં ૨૦૨૫ ના વર્ષને મનાવી રહ્યું છે.બ્રહ્માકુમારીઝ સંસ્થાના ડાયમંડ જયુબિલી વર્ષની ઉજવણીનો રાજકોટથી શુભારંભ કરાયો હતો.ત્યાર બાદ હવે અનેક જીલ્લામાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે.ત્યારે ભરૂચમાં પણ બ્રહ્માકુમારીઝ સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ થયા અને ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાને ૬૦ વર્ષ પૂર્ણ થતા ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વ વિદ્યાલય દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની બે દિવસય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ઝાડેશ્વર  પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વ વિદ્યાલય ખાતે તારીખ ૧૧ અને ૧૨ જનાયુઆરી બે દિવસે સુવર્ણ જયંતિ મહોત્સવની  ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૧૧ મી જાન્યુઆરીના રોજ સાંજે ૪ વાગ્યા થી  બ્રહ્માકુમારીઝ સંસ્થાના તમામ સેવા કેન્દ્રમાં કાર્યરત સમર્પિત ૩૫ ભાઈ – બહેનોનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું તથા ૧૨ મી જાન્યુઆરીના રોજ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ભરૂચ સબ ઝોનના તમામ સેવા કેન્દ્ર જેવા કે ભરૂચ,અંકલેશ્વર,વાગરા, હાંસોટ, ઝઘડિયા,બીલીમોરા,રાજપીપળા, ચીખલી,ગણદેવી,કોસંબા,ડેડીયાપાડા,નેત્રંગ સહિત વિવિધ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારીઝના ૬૦૦ થી પણ વધુ અનુયાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં બપોરે બે કલાકે ઝાડેશ્વર કે.જી.એમ વિદ્યાલયથી કળશ યાત્રા કાઢવામાં આવી હતી.આ કળશ યાત્રામાં ઘોડાગાડી,બેન્ડબાજા સાથે નીકળી હતી.આ કળશ યાત્રાને બ્રહ્માકુમારી ભરૂચ સબ ઝોનના  ઈન્ચાર્જ પ્રભાદીદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.આ કળશ યાત્રા ઝાડેશ્વરના મુખ્ય માર્ગ ઉપર થઈ ઝાડેશ્વર ચોકડી પરથી પ્રસાર થઈ સાંજે  અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી.ત્યાં બ્રહ્માકુમારીઝ પરીવારના ભાઈ – બહેનો દ્વારા સ્વાગત કરાયું હતું તથા ત્યાર બાદ સન્માન સમારોહ કરાયો હતો.

આ સન્માન સમારોહમાં બાળકો દ્વારા સ્વાગત ગીત ગરબા સહિતની વિવિધ કૃતિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અનેક વ્યક્તિઓએ આ સંસ્થા સાથે સંકળાયેલા તેવોના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા છે તેનું પણ વર્ણન કર્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ દિલ્હીથી પધારેલ બ્રહ્માકુમારીઝ સંસ્થાના વરિષ્ઠિ ચક્રધારી દીદી તથા બ્રહ્માકુમારીઝ ભરૂચ સબઝોનના ઈન્ચાર્જ પ્રભાદીદી તથા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલ ભાઈ – બહેનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!