- સમસ્ત માંગરોળ ગામના ગ્રામ મજનો તથા ભાવિભક્તોએ આપ્યું આવેદનપત્ર : મંદિર પર ગેરકાયદેસર કબજો કરીને બેઠા હોવાની ફરિયાદ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
છેલ્લા કેટલાક વખતથી ધનેશ્વર મંદિરના કબ્જા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા મહિલા સાધુએ સદાનંદ મહારાજને થપ્પડ મારી દેવાની અને પોલીસ ફરિયાદની ઘટના બન્યા બાદ આ મામલાએ હવે વધુ જોર પકડ્યું છે.હવે વિવાદમાં રહેલ ધનેશ્વર મંદિરને સરકાર હસ્તક કરવા માટે સમસ્ત માંગરોળ ગામના ગ્રામ મજનો તથા ભાવિભક્તોએ નર્મદા ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનપત્ર માં જણાવ્યું છૅ કે શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર માંગરોળ ગામ અતિ પ્રાચીન મંદિર છે.અમારી સમસ્ત ગ્રામજનો તથા ધનેશ્વર અને મા નર્મદા પર આસ્થા ધરાવતા દરેક ભાવિક ભક્તોની માંગ છે કે આ મંદિરને તત્કાલ સરકાર હસ્તક કરવામાં આવે.તો જ આ મંદિરની શાંતિ અને પવિત્રતા જળવાઈ રહેશે છે.કારણ કે આ મંદિર પર ગેરકાયદેસર જાનકીદાસ પરિવાર કબજો કરીને બેઠા છે.સમસ્ત ભક્તજન ગ્રામજનોની માંગ છે કે આ મંદિર માંથી જાનકીદાસ પરિવારને તત્કાલ ખાલી કરાવવામાં આવે.મંદિરમાં દર્શન કરવા આવવા વાળા ભક્તો સાથે દૂર વ્યવહાર કરે છે અને આવનાર ભક્તો મંદિરમાં દર્શન કરવા જતા પણ ડરે છે.અગાઉ પણ આપને રજૂઆત કરવામાં આવી હતી છતાં દાદાગીરી થી આ કબજો ખાલી નથી કરતો આ પરિવાર મંદિર પરિસરમાં રહેવા લાયક નથી તથા સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કે આ જાનકીદાસ પરિવાર ના વિવાદથી મંદિરને મુક્ત કરવામાં આવે છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયેલ નથી.પૌરાણિક અને પ્રાચીન મંદિરને સરકાર હસ્તક કરવામાં આવે તેવી સમસ્ત ભક્તજન અને માંગરોળ ગામજનોની માંગ કરાઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is