હા મિત્રો તમે સાચુ વાંચી રહ્યા છો. વારાણસીના ધીરજ સિંહે મહાકુંભમાં મકાઈના લોટથી એવુ કુલ્હડ બનાવ્યુ છે જેને તમે ચા પીધા પછી ખાઈ શકો છો. કુલ્હડના ફ્લેવર પણ ઘણા છે.. ચોકલેટ સ્ટ્રોબેરી અને ઈલાયચી. તેમની દુકાન પર લખ્યુ પણ છે, 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ’
ધીરજ બતાવે છે કે આ આઈડિયા સહારનપુરમાં એક દુકાનને જોઈને આવ્યો. ત્યાથી જ ઝીણવટાઈથી શીખવાનુ કામ શરૂ કર્યુ. તેની ડિઝાઈન માટીના કુલ્હડ અને આઈસ્ક્રીમ કોન જેવી છે. મકાઈના ફ્લેવર્ડ કુલ્હડ બનાવવામાં આઠ રૂપિયાનુ રોકાણ ની જરૂર પડે છે. તે કારણે 20 રૂપિયામાં ચા વેચી રહ્યો છે.
મેળા વાળા સ્થાન પર તેમની દુકાન પર સવારથી સાંજ સુધી ગ્રાહકો આવતા-જતા રહે છે. અનેક લોકો તેમના બોર્ડ જોઈને ચોંકી પણ જાય છે. ચા પીવા આવેલા સુશીલે તેનો ટેસ્ટ સ્વાદિષ્ટ બતાવ્યો. તેઓ કહે છે કે આ ચા તો સારી બનાવે છે જ, ચોકલેટ ફ્લેવરની કુલ્હડ ખાઈને મજા આવી ગઈ.
બીજા પ્રશંસક સુરેન્દ્ર કહે છે કે મે ઈલાયચી ફ્લેવરવાળુ કુલ્હડ લીધુ. ખાઈને એકદમ જ આનંદ આવી ગયો. ધીરજના મુજબ તેઓ રોજ 10 પેટી કુલ્હડ મંગાવે છે. એટલુ જ નહી તે રોજ ખલાસ થઈ જાય છે. લોકો કુલ્હડ આમતેમ ફેંકતા નથી. તેનાથી મેળામાં ગંદકી પણ થતી નથી.
ડોક્ટર પણ મકાઈના કુલ્હડને સ્વાસ્થ્યવર્ધક બતાવે છે. જનરલ ફિજીશિયન ડૉ. ડીકે મિશ્રા કહે છે કે મકાઈથી બનાવેલ કુલ્હડ ખાવાથી પાચન તંત્ર પણ સારુ રહે છે. આ આરોગ્ય માટે લાભકારી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is