best news portal development company in india

ભરૂચ પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશથી લારી ગલ્લા ધારકોની રોજી-રોટી છીનવાતા વિપક્ષને સાથે રાખી તંત્ર પાસે વૈકલ્પિક જગ્યાની માંગ કરી

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાહેરમાર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીના કારણે અનેક લારી-ગલ્લા ધારકોની રોજી રોટી છીનવાઈ જતાં વિપક્ષને રથે રાખી ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી વૈકલ્પિક જગ્યાની માંગ કરવામાં આવી હતી.

ભરૂચ નગર સેવા સદનના વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદના લેટર પેડ ઉપર આવેદન પાઠવવામાં આવ્યું હતું.જે આવેદનમાં જણાવ્યા અનુસાર દબાણ શાખા દ્વારા તાજેતરમાં શહેરનાં મુખ્ય માર્ગો પરથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.જેમાં માર્ગોનાં બંને છેડે ખાણી-પીણીની લારીઓ, શાકભાજી- ફુટ વિક્રેતાઓ વગેરે ઉભા રહીને જે રોજી રોટી કમાઈ રહ્યા હતા તેમની લારીઓ પાલિકા દ્વારા હટાવવામાં આવી છે. તેમજ તેને ડીટેઈન કરવામાં આવી છે. આ કામગીરી સારી છે.શહેરનાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે દબાણ હટાવવું જરૂરી છે. પણ “નબળો ધણી બયરી પર સૂરો” એ કહેવત મુજબ જે લોકો બોલી શકતા નથી તેવા લોકો પર પાલિકાની કામગીરી એ અન્યાયકારક છે. શહેરની એવી કેટલીય બિલ્ડીંગો છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી પરીણામે લોકોએ રસ્તા પર પોતાનાં વાહનો પાર્ક કરવા પડે છે.ઘણા માલેતુજારોએ રસ્તા ઉપર દબાણ કર્યુ છે. પરંતુ પાલિકાની હિમંત નથી થતી કે તેમને કાયદાનો પાઠ શીખવાડે. થોડા – થોડા સયમના અંતરાલમાં લારી ગલ્લા હટાવી પાલિકા તંત્ર પોતાની પીઠ ઠબઠબાવે છે.આ એક તરફી કામગીરી એ અયોગ્ય છે.જે લારી ગલ્લાવાળા રોડ પર ઉભા રહે છે. તેઓ ટ્રાફીક ન થાય તેની પણ તકેદારી રાખે છે. કારણ કે, તેઓ તંત્રથી ડરે છે.જો તેમના લીધે ટ્રાફીક થાય તો નુકસાન તેમનું જ છે તે વાતથી તેઓ વાકેફ છે. છતાં માલેતુજારોનાં દબાણો નહીં પરંતુ આવા ગરીબોનાં દબાણો દુર કરી તંત્ર કામગીરી કર્યાનો સંતોષ માણે છે. જે કાયદાની દ્રષ્ટિએ તો અયોગ્ય છે જ સાથે માનવીય રીતે પણ અયોગ્ય છે. આ એવા લોકો છે જેમનો ધંધો રોજગાર બંધ થાય તો તેમના બાળકઓએ એ દિવસે ભુખે રહેવું પડે. જો વધારે દિવસો તેમને ધંધો રોજગાર કરવાથી વંચિત રાખવામાં આવે તો તેઓ વ્યાજનાં દલદલમાં પડી શકે છે.આવા લોકોને હેરાનગતિ કરવી એ કુદરતી ન્યાયનાં સિદ્ધાંતની વિરુદ્ધમાં છે.ગુજરાત સરકાર પોતાને સંવેદનશીલ સરકાર ગણાવે છે.પરંતુ મજબૂર લારી ગલ્લા સંચાલકો સામેની કામગીરીમાં સંવેદના દેખાતી નથી.આપની કામગીરીનાં પ્રતાપે ઉત્તરાયણનો મીઠો તહેવાર પણ આ પરિવારો માટે ફિક્કો સાબિત થયો છે. જેથી આ સમસ્યાનાં કાયમી નિકાલ માટે શહેરમાં હોકર્સ ઝોન બનાવવામાં આવે.તેની ભાડાની રકમથી પાલિકાને આવક પણ મળી રહેશે. જ્યાં સુધી આ લારી-ગલ્લાવાળાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી તેમને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ધંધો કરવા દેવામાં આવે. આ પ્રકારનો નિર્ણય સંવેદનશીલ સરકારનાં દાવાને સમર્થન આપનારો રહેશે.અન્યથા સરકારની કરણી અને કથનીમાં ફેર દેખાશે.છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ હોકર્ઝ ઝોન બનાવવાની વાતો થાય છે પરંતું વાતોથી આ સમસ્યાનું નિવારણ આવવાનું નથી.પાલિકા તંત્રએ તેને ત્વરીત અમલમાં મુકવુ જોઈએ જેથી લારી ગલ્લા ધારકોને રોજગારી મળી રહે અને ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાય.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!