(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહની લાયસન્સ વાળી વિદેશી પિસ્તોલ ચોરી કેસમાં નવો વળાંક આવ્યો છે.પોલીસે ગુમ થયેલાં નોકર સહિત ૫ આરોપીઓને ઝડપી પાડતાં તેમણે રાજાની સહીવાળા કોરા ચેકની પણ ચોરી કરી હતી અને તેમાંથી બે કાર અને બુલેટ સહિતના વૈભવી વાહનોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજવંત પેલેસના પહેલાં માળે આવેલાં સ્ટોરરૂમ માંથી રાજાની ઓસ્ટ્રીયન બનાવટની ૩ લાખ રૂપિયાની કિંમતની પિસ્તોલની ચોરી થઈ હતી.૩૧ મી ડિસેમ્બરે પિસ્તોલનો ૫૨વાનો પુરો થતાં તેને રીન્યુ કરવા પોલીસ સ્ટેશનમાં પિસ્તોલ મંગાવવામાં આવતાં પિસ્તોલ ગાયબ જણાય હતી.આ બાબતે રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના ત્યાં નોકર કરતાં અને ૪ તારીખથી ગુમ થયેલાં અમદાવાદના સંજય મધુકર રાજને સામે ફરિયાદ નોંધાવી હતી.રાજમહેલમાં ચોરીની ઘટના બાદ એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ આદરી હતી.જેમાં અમદાવાદમાં દરોડા પાડી સંજય રાજાનેને ઝડપી
લેવાયો હતો.તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે તેના સાગરિતો સાથે મળી મહેલ માંથી પિસ્તોલ ઉપરાંત રાજાની સહીવાળા કોરા ચેકની પણ ચોરી કરી હતી. મોજશોખ કરવા માટે તેમણે ચેક બેંકોમાં વટાવીને રૂપિયા મેળવ્યાં હતાં.જેમાંથી બે કાર અને એક બુલેટ સહિતના વૈભવી સાધનોની ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે નોકર સંજય સહિત ૫ આરોપીની ૧૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ
સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
આરોપીઓને રાજપીપળા પોલીસના હવાલે કરાવ્યા છે.ઝડપાયેલા આરોપીઓ સંજય બધુકરરાજાને (રહે.અમદાવાદ),ભીંત કોઈ રાવલ (રહે.વડોદરા), અરબાજ ઉર્ફે અજુ પઠાણ (રહે.રાજપીપળા), રિઝવાન લિયાકત બલક (રહે.રાજપીપળા),ફરહાન ઈકરાબ હુસેન રાઠોડ (રહે.રાજપીપળા)
સંજય ૪ તારીખથી ગુમ થયો હતો.
રાજપીપળાના રાજવંત પેલેસમાં માનવેન્દ્રસિંહ રાજ અને રાણી સાથે રહે છે.રાજા અને રાણીની ઉમંર 82વર્ષની હોવાથી તેઓ અશકત બની ગયાં છે. મહેલમાં કુલ ૨૦ જણનો સ્ટાફ ફરજ બજાવે છે. પિસ્તોલચોરીમાં ઝડપાયેલો સંજય ૪ તારીખ બાદથી ગુમ થયો.હોવાથી તેણે જ ચોરી કરી હોવાની પ્રબળ સંભાવનાસાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ચેક પર જાતે સેલ્ફ લખી ૬ થી ૭ વખત બેંકોમાંથી પૈસા ઉપાડયાં ફર્સ્ટ પર્સન : રાજપીપળાના ડી.આર.રાઠોડ માનવેન્દ્રસિંહ મહારાજા ગોહિલે
પીએસઆઈ,એલસીબી પિસ્તોલ ચોરીની ફરિયાદ તેમના નોકર સંજયના નામજોગ આપી હતી. આરોપીનું સરનામુ અને મોબાઈલ નંબર હોવાથી તેનું લોકેશન તપાસતાં તે અમદાવાદનું મળી આવતાં તેની ધરપકડ કરાઇ હતી.તેની પૂછપરછ કરતાં તેણે તેના વડોદરા અને રાજપીપળામાં રહેતાં મિત્રો સાથે મોજશોખ કરવા માટે ચોરીની યોજના બનાવી હતી. સંજય રાજાની દેખભાળરાખતો હોવાથી યેનકેન પ્રકારે સ્ટોરરૂમની ચાવી મેળવી તેમાંથી રાજાના સહી કરેલાં ચેકોની ચોરી કરીહતી. આ ચેક લઇને તેણે રાજપીપળા ખાતે આવેલી એસબીઆઇ અને બેંક ઓફ બરોડા માંથી ૬ થી વધારે વખત જાતે જ સેલ્ફ લખીને પૈસા ઉપાડયા હતાં.આ પૈસા માંથી તેમણે સેકન્ડમાં પહેલાં બે કાર અને પછીબુલેટની ખરીદી કરી હતી.પાંચેય મિત્રો વારાફરતી આ વાહનોનો ઉપયોગ કરતાં હતાં. રાજાની ઉમંર ૮૨ વર્ષની હોવાથી તેઓ બહાર નીકળી શકતાં ન હતા તેનો લાભ આ ટોળકીએ ઉઠાવ્યો હતો. રાજાના પૈસા માંથી તેમણે વૈભવી વાહનો ખરીદવાની સાથેમોજશોખ પુરા કર્યા હતાં. હજી આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is