best news portal development company in india

નાહિયેર ગામ નજીક બાઈક સવાર કેરવાડા ગામના યુવાનનુ પતંગની દોરીથી ગળું કપાતાં વડોદરા રીફર કરાયો

SHARE:

આમોદ,

આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક બાઈક ઉપર પસાર થતા કેરવાડા ગામના યુવાનનુ પતંગની દોરીથી ગળુ કપાતા તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પ્રથમ આમોદ અને જંબુસરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.

આમોદ તાલુકાના કેરવાડા ગામનો સલાઉદ્દીન રાણા નામનો યુવાન બાઈક લઈને આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી તેના ગળા ભાગે ઈજા થતા લોહી લુહાણ થઈ ગયો હતો.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રિક્ષા ચાલકે આ દ્રશ્ય નિહાળતા ત્વરીત મદદે દોડી આવ્યો હતો અને ઘવાયેલા સલાઉદ્દીન રાણાને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા.જ્યા ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જંબુસર અલ મહેમુદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.જ્યા સારવાર કર્યા બાદ ઈજાગ્રસ્તને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોય વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમા ખસેડયો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!