- જુના ટોઠીદરા ગામે લીઝ સંચાલકો દ્વારા ગૌચરની જમીનમાં રોડ બનાવી આડેધડ રેતી વહન કરી રહ્યા છે : ભાલોદ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં ખેડૂતો દબાણ કરી ગૌચરની જમીનમાં ખેતી કરી રહ્યા છે
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટાપાયે આડેધડ રેતી ખનન અને તેનું ઓવરલોડ તેમજ પાણી નીતળતી રેતીનું વહન થઈ રહ્યું છે.
જવાબદાર વહીવટી તંત્રના મેળાપીપણામાં લીઝ હોલ્ડરો તથા લીઝ સંચાલકોને ઊંની આંચ પર આવતી નથી, જેના કારણે તેઓ સ્થાનિક ગ્રામજનો તથા ખનીજ ખનન અને વહન પ્રક્રિયાના નીતિ નિયમોને તુચ્છ સમજી પોતાની મનમાની મુજબ રૂપિયા કમાવવાની લ્હાયમાં ગેરકાયદેસર રીતે સરકારની તિજોરીને માર પડે તેવા કૃત્યો કરી રહ્યા છે.
આજરોજ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ તથા જુના ટોઠીદરા ગામના ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળી ગૌચરની જમીનમાં જે દબાણ થયા છે તે બાબતે આવેદનપત્ર પાઠવી ઈન્દોર ગ્રામ પંચાયતની માફક લીઝ સંચાલકોએ ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન પર રસ્તો બનાવી રેતી ખનન કરી વહન કરી રહ્યા હતા તે તાત્કાલિક દબાણ દુર કરવામાં આવ્યા હતા એ પ્રમાણે અસરકારક પગલાં લેવાની માંગણી કરી છે.બંને ગામના ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે છેલ્લા કેટલા સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના લીઝ ધારકો જુના ટોઠીદરા ગામની હદમાં આવતા નદીના પટના વિસ્તારમાંથી બિલકુલ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી અને ગામના ગૌચર માંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે,જેના કારણે ગામના રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે,ખેડૂતોને,વિદ્યાર્થીઓને,શિક્ષકોને અવર-જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર વધી રહ્યા છે તથા ભાલોદ ગામમાં પણ ગૌચરની જમીનો પણ કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી તેના પર ખેતી કરી રહ્યા છે,જેના કારણે ગામના પશુપાલકો અને જેઓનું જીવન ઢોરઢાખર પર ચાલે છે એવા લોકોના પશુઓને ચરવા માટે ગામમાં એક ઈંચ પણ ગૌચર રહેવા દીધી નથી,જેથી આ ગૌચરની પણ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is