હમસફર એક્સપ્રએસ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સ, સોનાના દાગીના, મોબાઇલ અને ઘડિયાળ સહિતની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત અને વડોદરા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી રૂ.4.79 લાખનો મુદ્દામાલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાંથી અવાર નવાર મુસાફરોના સામાન ભરેલા બેગની ગઠીયા ચોરી કરીને ફરાર થઈ જતાં હોય છે. ત્યારે નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી પશ્ચિમ રેલ્વે વડોદરા દ્વારા સુચના આપવામાં આવી હતી કે ગત 25 જાન્યુઆરીના હમસફર – બાંદ્રા ટ્રેનના કોચમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝપર્સની ચોરી કરી નાસી ગયા હતા. જેની ફરિયાદ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વડોદરા રેલવે એલસીબી પીઆઈ ટી.વી. પટેલની સૂચના હેઠળ સુરત અનેવલ એલ.સી.બી. પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે તેમજ હ્યુમન સોરસિસના આધારે ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. તેઓની અંગ ઝડતી કરતા સોનાના દાગીના રૂ.4.18 લાખ, એક લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી રૂ.4.69 લાખનો મુદામાલ કબ્જે કરી રોહીત ઉર્ફે કદુ રાજુ ધોડીયા પટેલ (રહે. સુરત મુળ ગામ અદગામ તા. જી વલસાડ) અને રોહીત ઉર્ફે બલ્લા સેવાલાલ ગૌતમ ( રહે. સુરત મુળ ગામ ઘાટમપુર થાના સાડ જી. કાનપુર યુ.પી)ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is