આજના સમયમાં જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે તો મોટાભાગના લોકો પ્રાકૃતિક રીત અપનાવે છે. દરમિયાન ઘણા લોકો જીરાવાળું પાણી પીવાને એક શ્રેષ્ઠ ઉપાય માને છે કેમ કે તેમણે પણ ક્યાંકથી સાંભળ્યું હશે કે જીરાવાળું પાણી પીવાથી વજન ઘટે છે પરંતુ તમે વિચાર્યું છે કે શું હકીકતમાં આવું થઈ શકે છે? તેનું કારણ શું છે અને આ કેવી રીતે કામ કરે છે.
વિજ્ઞાન અનુસાર જીરામાં થાઇમોક્વિનોન નામનું એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. આ એક પ્રાકૃતિક કેમિકલ છે જેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લામેટ્રી ગુણ હોય છે. થાઇમોક્વિનોન તમારા શરીરને ફ્રી-રેડિકલ્સ અને ટોક્સિન્સથી બચાવે છે. જીરું તમારી કોશિકાઓને ઇન્સ્યુલિન અને ગ્લુકોઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આયર્નની ઉણપ દૂર થાય છે. ગુડ કોલેસ્ટ્રોલ વધે છે, ફૂડ પોઇઝનિંગ યોગ્ય થાય છે, ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે, તાવને ઓછો કરે છે, કેન્સરથી લડે છે.
સમયની સાથે જીરાનો પ્રભાવ હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝની સાથે મળીને શરીરમાં જમા ફેટ દૂર કરવામાં અને સોજાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. જીરું ખાવાથી બ્લોટિંગ, સોજો અને થાકના લક્ષણ ઓછા થઈ જાય છે. જોકે, રિસર્ચ સાબિત કરે છે કે જીરું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ આ કેટલું કારગર છે, આ વિશેના નિષ્કર્ષ માટે અન્ય રિસર્ચની જરૂર છે.
વધુ વજન ધરાવતાં લોકો પર કરવામાં આવેલી એક નાની સ્ટડીમાં એ ખબર પડી કે વેટ લોસ રૂટિનમાં જો જીરું અને લીંબુને સામેલ કરવામાં આવે છે તો વેટ લોસની સ્પીરીડ વધી શકે છે. વધુ વજન ધરાવતી મહિલાઓ પર કરવામાં આવેલા એક અન્ય રિસર્ચ અનુસાર એકલું જીરું ઝડપથી વજન ઘટાડવા માટે પૂરતું હતું.
અમુક એક્સપર્ટ દિવસમાં બે વખત ખાલી પેટ જીરાવાળું પાણી પીવાની સલાહ આપે છે. 2 ચમચી જીરાંને 1.5 કપ ઉકળતાં પાણીમાં પલાળી દો. તે બાદ બીજને ગાળી લો અને તે અર્કને પીવો. જીરાનો પાવડર પણ ખાઈ શકો છો. એક્સપર્ટ્સનું કહેવું છે કે જીરાવાળું પાણી વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ તેની અસર એકલું જીરાવાળું પાણી પીવાથી વધારે થઈ શકતી નથી. તેથી બેલેન્સ ડાયટ લો, કેલેરી ડેફિસિટમાં રહો, ફિઝિકલી એક્ટિવ રહો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is