- ભુસ્તર વિભાગ દ્વારા રૂપિયા ૨.૫૮ કરોડનો દંડ ફટકારાયો : ભુસ્તર વિભાગ દ્વારા તાલુકામાં કાર્યરત પત્થરની ક્વોરીઓ અને લીઝોનું સઘન ચેકિંગ હાથ ધરાય તો ઘણી ગેેરરીતિઓ બહાર આવવા સંભવ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં જીલ્લા ખાણ ખનિજ વિભાગે કથિત બિનઅનધિકૃત ખનિજ વહન કરતા ૮ જેટલા વાહનોને ઝડપી લઈને રૂપિયા ૨.૫૮ કરોડ જેટલો દંડ ફટકાર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી આજરોજ તા.૧૮ મીના રોજ તપાસ ટીમ દ્રારા ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગ દરમ્યાન ખનિજ વહન કરતા ૮ જેટલા વાહનોમાં કથિત ગેરરીતિ જોવા મળતા ભુસ્તર વિભાગની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ મોટાપાયે રેત ખનન થઈ રહ્યું છે.ઉપરાંત તાલુકાના રાજપારડીથી નેત્રંગ રોડ પર અસંખ્ય પત્થરની ક્વોરીઓ કાર્યરત છે.રાજપારડી નેત્રંગ રોડ પરના વિસ્તારમાં અસંખ્ય પત્થરની લીઝો આવેલી છે.આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોઈ લાંબા સમયથી લીઝ સંચાલકો દ્વારા મોટાપાયે પત્થરોનું ખોદકામ થાય છે.ત્યારે આજરોજ જીલ્લા ભુસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ હાથધરીને રોડ પર દોડતા ખનિજ વાહક વાહનો પૈકી કુલ ૮ ટ્રકો સાદી રેતી બ્લેકટ્રેપ તથા કાર્બોશેલ કોલસાનું કથિત બિનધિકૃત રીતે વહન કરતા ઝડપી લઈને કુલ.૨.૫૮ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ ફટકાર્યો હતો.ભુસ્તર વિભાગ દ્વારા તાલુકામાં કાર્યરત પત્થરની ક્વોરીઓ અને લીઝોનું સઘન ચેકિંગ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is