best news portal development company in india

વાલિયાના સુકવણા ગામની સીમમાં મરણ પામેલ હાલતમાં મળેલ યુવકના મોતનો ભેદ ઉકેલાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના સુકવણા ગામે થયેલ એક યુવકના મોતનો ભેદ ઉકેલીને મરણ પામેલ યુવકની લાશને સગેવગે કરવામાં સંડોવાયેલ બે આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇને મનુષ્ય વધના ગુના હેઠળ કાર્યવાહી હાથધરી હતી.

મળતી વિગતો મુજબ મરણ પામનાર સંદીપભાઈ રવિચંદભાઈ વસાવા ગત ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આઠેક વાગે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ અને ત્યાર બાદ ૦૨/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના સુકવણા ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં મરણ પામેલ હાલતમાં મળી આવેલ.આ બાબતે મૃતકના પિતા રવિચંદભાઈ કાલીદાસભાઈ વસાવા રહે.નવી વસાહત ગામ શીર તા.નેત્રંગ જી.ભરૂચનાએ આ બાબતે વાલિયા પોલીસમાં જાહેરાત આપતા અ.મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ.મરણ પામનારનું મોત કરંટ લાગવાથી થયેલ હોવાનુ પી.એમમાં જણાતા મોત શંકાસ્પદ રીતે થયેલ હોવાનું જણાયેલ હતું.આ શંકાસ્પદ મોતના ગુનાનો ભેદ ઉકેલવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાએ ટીમો સાથે ગુનાવાળી જ્ગ્યાની મુલાકાત લઈને આસપાસના સી.સી.ટીવી ફુટેજ,ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સથી તથા આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરી તપાસ હાથ ધરેલ.તપાસ દરમ્યાન બાતમી મળેલ કે મૃતક સંદીપ વસાવાની લાશને સગેવગે કરવામાં વાલિયા તાલુકાના દોલતપુર ગામની સીમમાં ખેતરમાં રહેતો દેવેન્દ્ર શામજીભાઈ ક્યાડા સંડોવાયેલ છે.જે હાલમાં ખેતરમાં આવેલ તેના ઘરે હાજર છે.પોલીસે મળેલ બાતમીના આધારે તપાસ કરીને દોલતપુર ગામની સીમ માંથી શકમંદ દેવેન્દ્ર શામજીભાઈ ક્યાડા તથા ગંભીરભાઈ બુધીયાભાઈ વસાવાને પકડી લઈને પુછપરછ માટે વાલિયા પોલીસ મથક ખાતે લઈ આવી પુછપરછ કરતા બન્ને ઈસમો ભાંગી પડેલ અને દેવેન્દ્ર શામજીભાઈ ક્યાડાએ કબુલાત કરેલ કે દોલતપુર ગામની સીમમાં તેના ઘરની નજીક આવેલ તેના ખેતરમાં હાલમાં બીટી કપાસનું વાવેતર કરેલ હોય અને ખેતરમાં ભુંડનો ત્રાસ વધારે હોવાથી ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના સમયે તેણે ખેતરમાં વચ્ચેના ભાગે લોખંડનો સેન્ટીંગ વાયર બાંધી તેમા હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ ચાલુ કરેલ,આનાથી કોઇ માણસ કે પ્રાણીનું કરંટ લાગવાથી મોત થઇ શકે તેમ જાણવા છતાં વીજ કરંટ ગોઠવેલ હતો.ત્યારબાદ બીજા દીવસે ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સમયે ત્યાં એક ઈસમ મરણ હાલતમાં પડેલ હોવાનું જણાયું હતું.જેથી તેણે ત્યાં કામ કરવા આવતા ગંભીર વસાવા સાથે મળીને આ લાશને ખેતરમાં કપાસમાં કોઈને દેખાય નહી તેમ સંતાડી દીધેલ હતી અને તેના ખિસ્સા માંથી એક કાળા કલરનો સાદો મોબાઈલ કાઢી લીધેલ.ત્યાર બાદ આ લાશનો દિવસ દરમ્યાન નિકાલ થાય તેમના હોય બન્ને ઇસમો રાતના સમયે આ લાશને મીણીયા કોથળીમાં ભરી તેને દોરીથી બાંધીને બાઈક પર મુકીને સુકવાણા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાશને સુવડાવી દીધેલ અને બાઈક લઈને ઘરે પરત આવી ગયેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે સદર બન્ને આરોપીઓને અટકમાં લઈને કાયદેસર કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ માટે વાલિયા પોલીસને સોંપ્યા હતા.આગળની વધુ તપાસ વાલિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!