best news portal development company in india

ભરૂચની ખુશ્બુ પાર્ક સોસાયટી માંથી શંકાસ્પદ કોપર વાયરના જથ્થા સાથે ૩ ની અટકાયત

SHARE:

– ૨૨.૧૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો

ભરૂચ,

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક સોસાયટીના એક રહેણાંક મકાન માંથી ૨૨૧૦ કિલોગ્રામ વજનના શંકાસ્પદ કોપર વાયરના રૂપિયા ૨૨,૧૧,૦૦૦ ના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તથા વણ ઉકલ્યા ગુનાઓના ભેદ ઉકેલવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એ.તુવર ટીમ સાથે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભરૂચ શહેરની ખુશ્બુ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડી રાખેલ છે.એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સ્થળ ઉપરથી મકાન માલિક સહીત અન્ય ઈસમો મળી આવેલ અને ઘરમાં તપાસ કરતા ૨૨૧૦ કિલોગ્રામ વજનના કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.પકડાયેલ ઈસમો પાસે આ વાયરને લગતા બિલ મળી શકેલ નહિ,જેથી મળી આવેલ કોપર વાયરના જથ્થાને શંસ્કાસ્પદ ગણી તેઓની સઘન પુછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે આ શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો આમેના પાર્કમાં રહેતા મોહંમદઅયાઝ અબ્દુલ હક્ક શેખે મુકાવેલ છે અને તે ચોરી છુપીથી રાતના સમયે થોડુંથોડું વેચાણ કરતો હતો અને તે આ જથ્થો ઘરમાં રાખવા માટે માસિક વળતર આપતો હોવાનું પણ જણાવ્યું હતું.એલસીબીની ટીમે પકડાયેલ ઈસમો ઈરફાન ઈકબાલ પઠાણ રહે.ખુશ્બુ પાર્ક સોસાયટી ભરૂચ, રાજમન બુધારામ મોર્ય હાલ રહે.અંસાર માર્કેટ અંક્લેશ્વર મૂળ રહે.ઉત્તરપ્રદેશ તેમજ રોહીત ભીખુ પ્રજાપતી હાલ રહે અંસાર માર્કેટ અંક્લેશ્વર જી.ભરૂચ મૂળ રહે.ઉત્તરપ્રદેશના તેમજ અન્ય વોન્ટેડ ઈસમ મોહંમદ અયાઝ અબ્દુલ હક્ક શેખ રહે. ડુંગરી શેરપુરા રોડ તા.જી.ભરૂચના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથધરીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.પોલીસે આ ગુના હેઠળ કોપરના વાયરો ૨૨૧૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૨૨,૧૦,૦૦૦ તેમજ કોપર વાયર છોલવાનું કટર નંગ ૦૧ કિંમત રૂપિયા ૧૦૦૦ મળી કુલ રૂપિયા ૨૨,૧૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Oplus_131072
BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!