(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઈન્ડીયાના નિયામક એ.એ.માઓની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ ૨૦૨૫ “નેશનલ બોટની ફેસ્ટ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઈન્ડીયાના નિયામક એ.એ.માઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવામાં માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના વિવિધ રાજ્યમાંથી પધારેલ બોટનીના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિનો રિસર્ચ કરી અભ્યાસ કરશે જે એમના જીવનનો ઉત્તમ ઉદાહરણ રહેશે.ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, તમને વિષય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ તમે ઘણું બધું શીખી શકશો.બોટની એવો વિષય છે કે જે આપણે ઘણું બધું શીખવી શકે છે.તમે કંઈક નવું શીખવાની ભૂખ હોવી જોઈએ,જેટલા તમે પ્રશ્નો પૂછશો તેટલું તમને શીખવા જાણવા મળશે,વનસ્પતિ અને વન્ય પ્રાણી એવી વસ્તુ છે કે જેટલું તેનું જતન કરીશું તેટલું એનો વિકાસ થશે.
મિનિસ્ટ્રી ઓફ આયુષના રિસર્ચ પ્રોફેસર ભૂષણ પટવર્ધને જણાવ્યું કે, રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવમાં આજે સૌ વિદ્યાર્થીઓને ભેગા કરી ઉત્સવની ઉજવણી કરવામાં મોકો આપ્યો છે.આજે આપણે એવા કલ્ચરમાં જીવી રહ્યા છે જે જાણવું જરૂરી છે, કુદરતમાંથી મળતી વસ્તુઓ નષ્ટ થતી જાય છે,જેનું રક્ષણ કરવું જોઈએ.જ્ઞાન,વિજ્ઞાન અને પ્રજ્ઞાનાને સમજવું જરૂરી છે.આપણે રિસર્ચ તો કરીએ છે પણ એ અભ્યાસ પૂરતું હોય છે એને સંપૂર્ણ અભ્યાસ કરી ભવિષ્યમાં એની મહત્વતા હોવી જરુરી બને છે.
એકતા નગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો અને વોલેન્ટીયર્સની મદદથી એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રક્લ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થિઓના જ્ઞાનવર્ધન માટે એકતા નગર ખાતે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યુ છે, ૪ દિવસ સુધી વિદ્યાર્થીઓ એકતા નગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે.આ ફેસ્ટમાં તા. ૨૩ જાન્યુઆરી સુધી વિવિધ રાજયોના ૩૧ ટીમના કુલ ૨૧૭ જેટલા વનસ્પતિશાસ્ત્રના વિધાર્થીઓ એકતા નગરના સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is