best news portal development company in india

સિગ્મા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક મહોત્સવ ઉજવાયો

SHARE:

આમોદ,
– શાળાના બાળકોએ પુષ્પવર્ષા કરી મહેમાનોનું સ્વાગત કર્યું
આમોદ તાલુકાના માતર ગામે સિગ્મા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્ર્મ યોજાયો હતો.સિગ્મા સ્કૂલના વિદ્યાર્થીઓએ મહેમાનોનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.સિગ્મા પબ્લિક સ્કૂલ પરિવાર તરફથી આવેલા મહેમાનોનું પષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ હતું.સિગ્માના ચેરમેન શૈલેષ શાહે શાળાની ઉપલબ્ધિઓ વિષે માહીતી આપી હતી.તેમજ આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર રાજુ કરમટીયાએ સંસ્કાર સાથે શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વીરરસથી ભરપુર ભારત દેશની રક્ષા કરતા સૈનિકોની દેશભક્તિની ભાવના ઝંકૃત કરતી કૃતિ,હાસ્યરસથી ભરપુર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કૃતિ,જળ જમીન અને જંગલને સમર્પિત આદિવાસી સમાજની કૃતિ,સામાજીક દૂષણ બનેલાં મોબાઇલનું વળગણ દૂર કરવા માટે કૃતી,ગુજરાતીઓનું ગૌરવ એવાં ગરબા સહિત અનેક કૃતિઓ રજૂ કરી બાળ વિદ્યાર્થીઓએ પોતાના અંદર પડેલી સુષુપ્ત શકિતઓએ જાગૃત કરી હાજર લોકોએ અભિભૂત કર્યા હતા.બાળકોની કૃતિ નીહાળી હાજર મહેમાનોએ રોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.આ પ્રસંગે સિગ્મા યુનિવર્સિટીના ચેરમેન શૈલેષભાઈ શાહ,વાઈસ ચેરમેન જ્યોત્સનાબેન શાહ,પ્રેસિડેન્ટ ડૉ.હર્ષ શાહ,વાઇસ પ્રેસિડેન્ટ શ્રેયા શાહ,કેમ્પસ ડાઇરેક્ટર સકીલ પટેલ,આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર રાજુ કરમટીયા,ભરૂચ જીલ્લા ડાઈટના સિનિયર લેક્ચરર બલદાણીયા,માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજય પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.વધુમાં સિગ્માના ચેરમેન શૈલેશ શાહે જણાવ્યું હતું કે સિગ્માના આ વિશાળ પટાંગણમાં સ્પોર્ટ એકટીવિટી પણ શરૂ કરવાના છે અને શાળામાં બાળકોને વધુમાં વધુ સુવિધાઓ આપીશું. 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!