best news portal development company in india

૨૧ જાન્યુઆરીએ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) નો શિલાપૂજન સમારોહ યોજાશે

SHARE:

  • યજમાનો દ્વારા ૧૦૦૮ શિલાઓનું પૂજન કરવામાં આવશે : ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે શિલાપૂજન સમારોહ : ઉત્તર ગુજરાતની ધરતી પર નિર્માણ પામશે માં ખોડલનું ધામ

પાટણ,
૨૧ જાન્યુઆરી એટલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ..આવતીકાલે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૮ વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) ના ૧૦૦૮ શિલાપૂજન સમારોહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંકુલનો ભવ્યાતિભવ્ય શિલાપૂજન સમારોહ યોજાશે.૨૧ જાન્યુઆરીને મંગળવારના રોજ સવારે ૭ વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ૧૦૦૮ યજમાન પરિવારો દ્વારા ૧૦૦૮ શિલાઓનું પૂજન કરવામાં આવશે.હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી મહેતા પ્રદ્યુમ્ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્વારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવશે.શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ,કંકુ,ચોખા,નાડાછડી,સોપારી,આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે.
આ શિલાપૂજન સમારોહમાં ઠેર-ઠેરથી ભાવિકો પધારશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિલાપૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્ટીઓ,દાતાઓ,સંગઠન ટીમ,યજમાનો,તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા મા ખોડલનો રથનું ૨૮ દિવસ પરિભ્રમણ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના ૧૦૦૮ શિલાપૂજન સમારોહનું રૂબરૂ આમંત્રણ આપવા માટે મા ખોડલનો રથ ઉત્તર ગુજરાતન અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફર્યો હતો.
તારીખ ૧૮ ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ભુડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારંભ થયો હતો અને ૧૨ જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું.આમ કુલ ૨૮ દિવસમાં માં ખોડલનો રથ ૨૫૦ થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં ૩ હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો.ગામડે ગામડે અને સોસાયટી સોસાયટીમાં મા ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી.સાથે જ દરેક ગામ માંથી એક-એક શિલા લેવામાં આવી હતી.આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!