best news portal development company in india

ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં ૨૫ જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહ ૨૦૨૫ ઉજવાશે

SHARE:

ભરૂચ,
ગુજરાત રાજ્યમા બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં 'શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમા આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી ૨૫ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ- ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવનાર છે. સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.જે અંર્તગત ભરૂચ તાલુકાની કુમાર શાળા ઝાડેશ્વર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.જેનું સીધું પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે શાળામાં ફાયર ફાયટીંગ ડેમોન્સ્ટ્રેશન, ૧૦૮,ઈન્ડિયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ, ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી, ઔદ્યોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું હતું.વધુમાં માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત સરકારની યોજનાંઓ વિશે બાળકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, કેવા પગાલા લેવા અંગે ચિત્ર, નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મામલતદાર ડિઝાસ્ટર રાકેશ મોદી,ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ,આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઈમરજન્સી વિભાગની ટીમ,તાલુકા શિક્ષણાધિકારી પરિમલ સિંહ યાદવ, શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!