best news portal development company in india

નાંદોદના લાછરસ સ્થિત PM પ્રાથમિક શાળા ખાતેથી નર્મદા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાયો

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તા.૨૦થી ૨૫મી જાન્યુઆરી દરમ્યાન નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ સ્થિત પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન વિભાગના ઈન્ચાર્જ મામલતદાર ડી.એમ.સાંખટે સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન, સલામતી અંગેના જરૂરી પગલાં ભરવા અને લોકોમાં જનજાગૃતિના ઉમદા આશય અને બાળકો જુદી જુદી આપત્તિ વિશે જાણકારી મેળવે,તેમના ઘર-પરિવારમાં પણ અવેરનેસ કેળવાય તેવા જાગૃતિના પ્રયાસો આ શાળા સલામતી સપ્તાહ-2025 દરમિયાન કરવામાં આવનાર છે. બાળકોને આપત્તિ વિશે વધુ માહિતી મળે તે માટે અભ્યાસક્ર્મમાં પણ તેનો સમાવેશ કરવા કહ્યું હતું. “સાવચેતી એ જ સલામતી” હેઠળ આ કાર્યક્રમમાં એક સપ્તાહ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથધરી નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયરસેફ્ટી મોકડ્રિલ, રેડક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, રોડસેફટી જેવા અવનેશના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપીપલા નગર પાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગવાના સમયે તેમજ પુરના સમયે રાખવાની સામચેતી અને બચાવ કામગીરી અંગેના વિવિધ ડેમોસ્ટ્રેશનના માધ્યમથી જાણકારી આપી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!