ભરૂચ,
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉપક્રમે ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્માં વિતરણનો કેમ્પ રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો.
ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમવર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો યોજવામાં આવી રહ્યા છે.જે હેઠળ ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત તથા નિઃશુલ્ક ચશ્માની સગવડ મળી રહે તે હેતુસર આજરોજ તારીખ ૨૧ ને મંગળવારના રોજ ગુજરાત રેડક્રોસ સોસાયટી અને રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ સેવાશ્રમ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે જે ખીલવાણીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીમાંથી આવેલ ટીમે આંખોની તપાસ કરી હતી અને સાથે નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કર્યું હતું.યોજાયેલ કેમ્પમાં અંદાજિત ૨૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is