(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઈઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન વડોદરા આયોજિત “નિપુણ ભારત મિશન” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ૨૦૨૪/૨૫ મોડેલ સ્કૂલ વડાતલાવ ખાતે યોજવામાં આવી હતી.જેમાં કવાંટ તાલુકાની મોટાઘોડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ‘ રાઠવા જિયાબેન વિપીનભાઈ’ એ માર્ગદર્શક શિક્ષક રાઠવા નવીનભાઈ ચીમાભાઈ સાથે તેમજ માણકા-૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાઠવા ઉષાબેન નિલેશભાઈ એ માર્ગદર્શક શિક્ષક ‘ પટેલ અંકિતકુમાર મહેન્દ્રભાઈ ‘ સાથે ભાગ લીધો હતો.જેમાં સમગ્ર જિલ્લામાં ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં રાઠવા જિયાબેન વિપીનભાઈ (મોટાઘોડા પ્રા.શાળા) એ દ્રિતીય ક્રમ તેમજ પ્રિપરેટરી સ્ટેજ વાર્તા કથનમાં રાઠવા ઉષાબેન નિલેશભાઈ (માણકા ૨ પ્રા.શાળા) એ તૃતીય ક્રમ મેળવીને શાળા તેમજ કવાંટ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.એ બદલ ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ તેમજ એમના માર્ગદર્શક શિક્ષકોને પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is