– DGVCL ના અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખોદકામ વેળા બનેલી ઘટના : DPMC ના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર,
અંકલેશ્વર જીઆઈડીસીમાં DGVCL ના અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખોદકામ વેળા ગુજરાત ગેસ કંપનીની પાઈપલાઈન તૂટી જતા ગેસ લિકેજથી લાગી આગ લાગતા માર્ગ પરથી આગની જ્વાળાઓ નીકળતા અફરાતફરી સાથે દોડધામ મચી હતી.ઘટનામાં બે લોકો દાઝયા હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક બુધવારની સવારે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં નજીક માંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા ભૂગર્ભ ઈલેક્ટ્રીકેશનની કામગીરી ચાલી રહી હતી.આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નિકળતા દોડધામ જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા ૨૦ વર્ષીય મહેશ વાઘેલા અને ૧૨ વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.એક તરફનો માર્ગ બંધ કરી રસ્તા પર નીકળતી આગની જવાળાઓને અટકાવવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમ્યાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is