હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો યુવા બોલર અર્શદીપ સિંહ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેના આ પ્રદર્શનને કારણે તેને ઇંગ્લૅન્ડ સામેની મર્યાદિત ઓવરોની T20I સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે તેની પાસે ઇંગ્લૅન્ડ સામેની T20 સીરિઝ દરમિયાન એક મોટો રૅકોર્ડ બનાવવાની તક છે.
અર્શદીપ પાસે રૅકોર્ડ બનાવવાની શાનદાર તક
અર્શદીપ સિંહે ભારતીય ટીમ માટે 60 T20I મેચોમાં કુલ 95 વિકેટ લીધી છે. જો તે ઇંગ્લૅન્ડ સામેની T20 સીરિઝ દરમિયાન વધુ 5 વિકેટ લે છે, તો તે T20I ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લેશે અને આવું કરનાર પહેલો ભારતીય બોલર બની જશે. અત્યાર સુધીમાં કોઈ પણ ભારતીય બોલર T20Iમાં 100 વિકેટ લઈ શક્યો નથી. આ સ્થિતિમાં અર્શદીપ પાસે આ રૅકોર્ડ બનાવવાની શાનદાર તક હશે. ભારત માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ સ્પીનર યુઝવેન્દ્ર ચહલ પાસે છે.
ભારત માટે અર્શદીપનું મહત્ત્વપૂર્ણ યોગદાન
વર્ષ 2022માં અર્શદીપ સિંહે T20I ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય ટીમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ભારત માટે અત્યાર સુધીમાં તેણે T20I મેચમાં 96 વિકેટ અને વનડે ક્રિકેટમાં 12 વિકેટ લીધી છે. અર્શદીપે વર્ષ 2024ના T20 વર્લ્ડકપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ભારત માટે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. તેણે ભારતને T20 વર્લ્ડકપ 2024ને જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is