ભરૂચ,
ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજના અને જરૂરી દસ્તાવેજોનો મહતમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપો,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ.દુલેરા,જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ.પી.આર.મંડાણી મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
વર્કશોપના પ્રાસંગિક સંબોધનમાં દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ.આકાશકુમાર લાલે આમંત્રિત મહેમાનીને આવકાર્યા હતા.ત્યાર બાદ દીપક કાઉન્ડેશનના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા મીતા મણિયારે સંસ્થા વિષે જણાવ્યું હતું કે આ એક ૧૯૮૨ થી સ્થપાયેલ એક સામાજિક સંસ્થા છે,જે સર્વગ્રાહી વિકાસ માટે વચિંત અને પહોંચ બહારના સમુદાયો સુધી તેઓના સંશક્તિકરણ કરવા માટે ભારતના પાંચ રાજ્યો ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, ઝારખંડ અને નેલંગાણામાં કાર્યરત છે.ફાઉન્ડેશન વાગરા તાલુકાના ૩૬ ગામોમાં તેમજ ભરૂચ તાલુકાના ૬ ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા અને તેની સેવાઓની પહોંચ વધારવાનું કામ દીપક ફિનોલિક્સ કંપનીના નાણાકીય સહયોગથી ચાલતા પ્રોજેક્ટ “સંગાથ’ના ભાગરૂપે કરી રહેલ છે.તેઓએ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલતા અન્ય પ્રોજેકટ વિષે પણ જણાવ્યું હતું.ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૦ થી શરુ કરાયેલા પ્રોજેક્ટ સંગાથ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૯૭૦૦ થી વધુ પરિવારોના ૨૯૫૦૦ થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે અને સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ છે.જેમાંથી અંદાજિત ૯૫% જેટલી અરજીઓ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો દ્વારા મંજુર કરવામાં આવી છે અને સ્કીમ લિન્કેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે ૧૨૦૦ કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્મન્સ થયું છે.
આ પ્રસંગે હાજર રહેલ મુખ્ય મહેમાન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.યોગેશ કાપસેએ આ પહેલમાં દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યકત કર્યો કે આ અભિગમ વચિત અને અન્ય સમુદાયો માટે ખુબજ મૂલ્યવાન બની રહેશે.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના અન્ય વિભાગોના સરકારી અધિકારીઓ તથા પ્રતિનિધિઓ નિયામક, ભરૂચ અને વાગરા તાલુકાના મામલતદાર, તાલુકા માંથી ઉપસ્થિત અન્ય સરકારી અધિકારીઓ તથા પ્રતિનિધિઓ, ગામોના તલાટી-કમ-મંત્રી તેમજ દીપક કાઉન્ડેશનના હેડ ઓફિસ અને ભરૂચ બ્રાન્ચ ઓફિસના કર્મચારીગણ,સંગાથ” પ્રોજેકટના સરકારની યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is