best news portal development company in india

કાચો રસ્તો ખોદી કાઢવાનો વિવાદ : ઝઘડિયાના જુના ટોઠીદરા પંચાયતના સરપંચની ૨૦ ઈસમો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ

SHARE:

– ફરિયાદમાં જણાવાયા મુજબ ૬૦ વર્ષ જુના આ રસ્તાનો ઉપયોગ ચાર ગામોના ખેડૂતો ખેતરોમાં આવવા જવા કરે છે
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાટોઠીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબી થી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે ૧૫ ઈસમો સામે નામજોગ અને અન્ય પાંચ મળી કુલ ૨૦ જેટલા ઈસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર જુના ટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે જુના ટોઠીદરા ગામની આજુબાજુ ટોઠીદરા તરસાલી ઓેર પટાર ગામોની સીમ આવેલી છે.આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજપરી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ૬૦ વર્ષથી આવેલો છે.દરમ્યાન ગત તા.૧૯ મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ વસાવાએ અન્ય ઈસમો મળી કુલ ૨૦ જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર બે જગ્યાએ જેસીબીથી આશરે ૨૦ ફુટ જેટલી લંબાઈ અને ૫ ફુટ જેટલી ઉંડાઈના ખાડા ખોદી નાંખેલ.ફરિયાદમાં જણાવાયા મુજબ આ રસ્તો ચાર જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોઈ રસ્તો ખોદાતા આ ખેડૂતોને ઢોર ઢાંખર લઈને જવા આવવા માટે અવરોધ ઉભો થયો હતો.રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને નુકશાન કરાયું હોવાના આક્ષેપ સાથે ટોઠીદરાના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ (૧) સંદિપભાઈ અરવિંદભાઈ વસાવા (૨) અલ્પેશ સોમાભાઈ મકવાણા (૩) રવિભાઈ બચુભાઈ માછી (૪) નિકુલ રમણભાઈ માછી (૫) રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ વિરજાયા (૬) નિતિન જેન્તી માછી તમામ રહે.ભાલોદ (૭) ઈભુભાઈ ઉર્ફે પિન્ટો ડાયાભાઈ પટેલ રહે.ગામ રુંઢ (૮) હેમંત મફત પાટણવાડીયા રહે.ભાલોદ (૯) સંજય નાનુભાઈ માછી (૧૦) નાનુભાઈ જેસંગભાઈ માછી બન્ને રહે.જુના ટોઠીદરા (૧૧) મિતેશભાઈ રાજમલ (૧૨) સાજનભાઈ રાજમલ (૧૩) ભાર્ગવભાઈ વિરજાયા (૧૪) નિરંજન મોહનભાઈ વાળંદ ચારેય રહે.ભાલોદ તથા (૧૫) સુનિલભાઈ માછી તેમજ બીજા અન્ય ૪ થી પ જેટલા ઈસમો મળીને કુલ ૨૦ જેટલા માણસો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
નર્મદા કાંઠા વિસ્તારના ભાલોદ પંથકના ટોઠીદરા ગામે રસ્તો ખોદી કાઢવાની બાબતે ઉભા થયેલ વિવાદને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!