સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ એક પરિપત્ર જાહેર કરી ફીને લઇને શાળાના બાળકોને માનસિક ત્રાસ અને માનસિક કનડગત ન કરવાની કડક ચેતવણી આપી છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તએ અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેવી વ્યક્તિ સામે તેને લાગુ પડતાં શિસ્ત વિષય નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે બાળકના સર્વાગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે. આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે.
કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીજલ્ટ ન આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજુઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીજલ્ટ આપવા જણાવવામાં આવે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is