યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે એટલે કે 22 જાન્યુઆરી 2025 ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2025 માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ સાથે જ UPSC CSE 2025 માટેની અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ વર્ષનું નોટિફિકેશન, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન માટે UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ ભરતી હેઠળ 979 જગ્યાઓ ભરવામાં આવશે. અને અરજી કરવા માંગતા ઉમેદવારોએ 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
સામાન્ય રીતે UPSC દ્વારા ફેબ્રુઆરી મહિનામાં CSE સૂચનાઓ જારી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે કમિશને જાન્યુઆરીમાં જ સૂચના જારી કરી છે. ગયા વર્ષની સરખામણીમાં જ્યારે UPSC એ CSE માટે કુલ 1,056 જગ્યાઓ અને ભારતીય વન સેવા (IFS) માટે 150 જગ્યાઓ માટે સૂચના બહાર પાડી હતી. અને આ વખતે ઉમેદવારોએ ચોક્કસ સંખ્યા જાણવા માટે સંસ્થાની અધિકૃત નોટિફિકેશનની રાહ જોવી પડશે. વર્તમાન સમયમાં UPSC CSE 2025 ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે, જે એપ્રિલમાં સમાપ્ત થશે.
પરીક્ષા 22 ઓગસ્ટ, 2025થી પાંચ દિવસ માટે લેવાશે
UPSC CSE 2025 પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાશે. જે ઉમેદવારોને પ્રારંભિક પરીક્ષામાં કટ-ઓફ માર્ક્સ મળશે તેઓ જ મુખ્ય પરીક્ષા માટે પાત્ર બનશે. મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારે રહશે અને 22 ઓગસ્ટ, 2025 થી પાંચ દિવસ માટે લેવામાં આવશે.
UPSC CSE 2025 માટે અરજી ફી
વર્ષ 2024 ના CSE નોટિફિકેશન પ્રમાણે મહિલાઓ, SC, ST અને બેન્ચમાર્ક અપંગતા ધરાવતા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તેમજ આ ફી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાંથી રોકડ, નેટ બેંકિંગ વિઝા, માસ્ટર, રૂપે કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન ચૂકવી શકાશે.
UPSC CSE 2025 માટે કેવી રીતે અરજી કરશો
- યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો નીચેના સરળ પગલાં દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2025 માટે ઑનલાઇન અરજી કરી શકશે.
- UPSC ની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
- હોમ પેજ પર UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 માટે નોંધણી લિંક પર ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે જ્યાં તમારે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- સાવધાનીપૂર્વક અરજી ફોર્મ ભરીને અરજી ફી ચૂકવો.
- બધી માહિતી ભર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મ પેજ ડાઉનલોડ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is