(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ગૌચરની જમીનમાં લીઝ સંચાલકો દ્વારા રસ્તો બનાવી ઓવરલોડ રેતી વહન કરવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા તે રસ્તો ખોદી કાઢવામાં આવતા ગામના સરપંચે ૨૦ થી વધુ ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે આજરોજ ગ્રામજનો એકત્ર થઈ jiલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરપંચ દ્વારા ગ્રામજનો સામે ખોટી ફરિયાદ નોંધાવેલ હોય જે ફરિયાદ રદ્દ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભાલોદ,રૂઢ, ટોઠીદરા અને ઓરપટાર ગામનાં ગ્રામજનો, ખેડૂતો એ તારીખ ૧૬.૧.૨૫ નાં રોજ જુના ટોઠીદરા ગામના ગૌચર માંથી જે ગેરકાયદેસર રીતે વગર રોયલ્ટીએ ઓવેલોડ રેતીનું વહન ટોઠીદરા ગામના નર્મદા નદીના પટ્ટ માંથી કરજણ તાલુકાની લીઝોની આડ માંથી થઈ રહ્યું હતુ એના વિરૃદ્ધ માં આવેદનપત્ર આપ્યું હતુ અને ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું તેમ છતાં એમાં કોઈ પગલાં ન લેવાના છેવટે ગામના ગ્રામજનોએ ગૌચર માંથી જે રસ્તો બનાવ્યો હતો એને ખોદી નાંખ્યો હતો અને આજ રસ્તો બંધ કરવા માટે ટોઠીદરા ગામના ગ્રામજનોએ ગ્રામસભાનો ઠરાવ કરીને રસ્તા પરથી થતી રેતીના વાહનોની અવર જવરને અટકાવવા માટે ઠરાવ કર્યો હતો.પરતું ગામના સરપંચ અને અન્ય ઈસમ પરેશ ઠાકોર કે જેઓ અગાઉ પણ આજ ગામની નર્મદા નદી પટ્ટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનમાં પકડાયા હતા અને જેઓ પર ૨.૬૦ કરોડ થી વધુનો દંડ થયો હતો.પરતું આજ દિન સુધી તંત્ર દ્વારા આ દંડની વસુલાત કરવામાં ન આવતાં આજ ઈસમોએ ફરીથી નર્મદા નદીના પટ્ટમાં આવી ગેરકાયદેસર પ્રવુત્તિ ચાલુ કરી હોય તેનાં વહનને અટકાવવા માટે આ ચાર ગામોનાં ગ્રામજનો, ખેડૂતો એ સાથે મળીને આ ગૌચરની જગ્યા પરથી ગેરકાયદેસર રીતે બનાવેલ રસ્તો ખોદી નાખ્યો હતો.જેથી આ ગામના સરપંચ દ્વારા અમારા પર તદ્દન ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી છે જે ફરિયાદ રદ કરવા માટે રજૂઆત કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is