– આરોપી ફિલિપ ઉર્ફે રોની ૩ દિવસના પોલીસ રિમાન્ડ પર : આરોપી સામે અગાઉ પણ નોંધાઈ છે ફરિયાદ
ભરૂચ,
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાથીએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે આરોપીને દબોચી લઈ કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સાથે જ આ મામલામાં પોકસોની કલમનો પણ ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે.જેમાં પ્રથમ શાળાના ઈન્ચાર્જ આચાર્ય કમલેશ રાવલએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી.જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ અનુસાર આ ઘટના ૨૩ નવેમ્બર અને ૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બની હતી.આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ મામલામાં પોલીસે આરોપી ફિલિપ ઉર્ફે રોનીને દબોચી લઈ ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોનો ગુનો પણ નોંધાયો હતો. આરોપીએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફી પીણું પિવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો.આ સિવાય તેની પાસેથી ૩૩.૩૪ લાખની છેતરપીંડીની ફરિયાદ પણ નોંધાઈ છે.ત્યારે પોલીસ આરોપી સામે વધુ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is