IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચ જીતીને હોબાળો મચાવી દીધો અને તે બાદ ઈંગ્લેન્ડના દિગ્ગજ માઈકલ વૉન દ્વારા ટ્વીટર પર કરાયેલી એક લાઈનની પોસ્ટે હોબાળો મચાવી દીધો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઈંગ્લેન્ડની આખી ઈનિંગ 20 ઓવરમાં 132 રન પર સમેટાઈ ગઈ. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા અને સંજુ સેમસનની ધૂઆંધાર બેટિંગે માહોલ બનાવી દીધો. જોકે, સંજૂ લાંબી ઈનિંગ રમી શક્યો નહીં અને 26 રન બનાવીને પવેલિયન ફર્યો.
આ સીરિઝની ભવિષ્યવાણી મારી ખોટી છે. ભારતનું સર્વશ્રેષ્ઠ ફોર્મેટ ટી20 છે. તેની પાસે ખેલાડીઓનું એક અવિશ્વસનીય જૂથ છે.તે બાદ અભિષેક શર્માએ 34 બોલમાં 5 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારીને ધૂઆંધાર અંદાજમાં 79 રન બનાવી નાખ્યા અને આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવનું બેટિંગ મૌન રહ્યું અને તે શૂન્ય પર જોફ્રા આર્ચરનો શિકાર બન્યો. કેપ્ટનની વિકેટ ગયા બાદ તિલક વર્માએ 19 રન અને હાર્દિક પંડ્યાએ 3 રન બનાવ્યા અને ભારતે 7 વિકેટ રહેતાં જ માત્ર 12.5 ઓવરમાં મેચ જીતી લીધી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is