best news portal development company in india

વડોદરા શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દ્વારા વધુ એક વ્યક્તિ સાથે રૂ.એક કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ

SHARE:

વડોદરા હાલોલ રોડ પરના ભણીયારા ખાતે આવેલ સુખલીપુરા ગામની જમીન વેચવાના બહાને પૂજારી પાસેથી પણ રૂ.1.04 કરોડ પડાવી લેનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સામે આવી છે. જેમાં પુજારીને પોતાના સબંધીની જમીન હોવાનું જણાવી રકમ પડાવી તે જ જમીનને પરાક્રમસિંહ જાડેજાને વેચી બને સાથે ઠગાઈ આચરી છે. 

વાઘોડિયા તાલુકાના વડોદરા હાલોલ રોડ પર આવેલ ભણીયારાના શક્તિધામ ખાતે રહેતા અને ખેતી વ્યવસાય સાથે પૂજારી તરીકે સેવા આપતા રમેશભાઈ પટેલ (મહારાજ)એ વડોદરા શહેર પોલીસ કમિશ્નરને આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના મંદિરની બાજુમાં સુખલીપુરા ગામ સર્વે નંબર 215 જેનું ક્ષેત્રફળ 1-99-30 વાળી જમીન અંગે આરોપી કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા (રહે. વાત્સલ્ય કુંજ નારાયણ વાડી પાસે, અટલાદરા વડોદરા)એ  જમીન પોતાના કાકા પરેચા અમૃતલાલ નરભેરામએ વેચાણ રાખેલ હોવાથી તેનો વહીવટ અમે પોતે કરીએ છીએ તેમ જણાવી પોતે ખાતરી આપી હતી. ત્યારબાદ કમલેશ અને દિલીપભાઈ ગણપતસિંહ ગોહિલ (રહે. રામા પેલેસીયો,ઇસ્કોન હેલીટેટ પાસે ન્યુ અલકાપુરી ગોત્રી, વડોદરા) એ વર્ષ 2023માં આ જમીન વેચાણ આપવા અંગેની ચર્ચા કરી પાવર ઓફ એટર્ની દર્શાવી હતી. દિલીપ ગોહિલએ ફરિયાદીને વેચાણ દસ્તાવેજ કરતી વખતે પરેચા અમૃતલાલને લઇ આવીશું તેવો ભરોસો આપ્યો હતો. જમીનની કીમત આશરે એક કરોડ પચ્ચાસ લાખ પુરા તેમજ વેચાણ દતાવેજ બાદ સદર રકમ 30 માસમાં પૂરી રકમ જમા કરી આપવાની રહેશે તેમજ ટોકનની રકમ અવેજ લેતા જ જમીનનો કબજો ફરિયાદીને સુપરત કરશે.

ત્યારબાદ ફરિયાદીએ RTGS તથા આરોપીઓને રૂબરૂમાં રોકડ સાથે કુલ રૂપિયા 1,04,17,000/- જમીન પેટે આપવામાં આવેલ છે. કમલેશ અને દિલીપને વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવતા પરેચા અમૃતલાલ બીમાર છે તેમ કહી રકમ લઇ ગયા હતા. અને જણાવ્યું હતું કે, પાવરથી દસ્તાવેજ કરવાનો નથી પરેચા નરભેરામ પોતે આવી દસ્તાવેજ કરી આપશે. આરોપીઓએ આ જમીન બીજાને વેચાણ કરી દીધેલાની જાણ થતા ફરિયાદીએ રેકોડ તપાસતા તે જમીન પરાક્રમસિંહ જાડેજાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. આ અંગે પરાક્રમસિંહ જાડેજાએ કહેલ કે, મંદિર માટે જમીન જોઈતી હોય તો મને મારી ખરીદ કિંમતના રૂપિયા આપી દેવા મંદિર માટે વગર નફે તમોને વેચાણ દસ્તાવેજ કરી આપવા સંમત છું. જો કે, બાદમાં તેમની સાથે ચીટિંગ થયાની જાણ થતા આરોપીઓએ જમીન વેચાણ આપવાનું જણાવી પૂર્વયોજિત કાવતરું રચી બદઈરાદે વિશ્વાસ આપી ઠગાઈ કરવાના હેતુથી ફરિયાદી પાસેથી મોટી અવેજ જમીન પેટે મેળવી જમીનનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી તે જમીન પરાક્રમસિંહ જાડેજા નાઓને વેચાણ દસ્તાવેજ કરી આપી ઠગાઈ કરેલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!