– ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સાંસદ જશુભાઈ રાઠવા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંજુરીપત્રનું વિતરણ કરાયું
(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૨૦૨૪/૨૫ ના ૩૯૬ લાભાર્થીઓને વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા,પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વર્કઓર્ડર વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપનું જોયું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના સપનાનું પાકું મકાન હોય તે માટે છેવાડાનો એક પણ વ્યક્તિ છત વગર ના રહી જાય તેના માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના સપનાના ઘર આપ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્ને પૂર્ણ કરવા એક ભારત, શ્રેષ્ટ ભારતનું નિર્માણ કરવું પડશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન નયનાબેન રાઠવા,જેતપુર પાવી તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પારસભાઈ આગેવાન ગોવિંદભાઈ રાઠવા તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી તથા પી.એમ.એ.વાયનો સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is