– ત્રણ ચાર વર્ષથી ગ્રામ પંચાયતો વહીવટદારના ભરોષે : પ ગામનો વિકાસ કેવી રીતે થશે તે તપાસનો વિષય?
(વિજય વસાવા,નેત્રંગ)
રાજ્ય ચૂંટણી આયોગે ૬૬ નગરપાલીકા અને ૩ તા.પંચાયતોમાં સામાન્ય ચુંટણીની જાહેરાતો કરી છે.જેમાં ૧૬ ફેબ્રુઆરી મતદાન અને ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી સાથે ચુંટણી જાહેર કરતા રાજકીય ગલીયારાઓમાં ગરમી આવી ગઈ છે. સાથે સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અસનાવી,કોલીવાડા,ચીખલી સજનવાવ અને વિસર્જન થયેલ મોટા માલપુર ગ્રામ પંચાયતની ચુંટણી થશે તેવું જણાઈ રહ્યું હતું.પરંતુ નેત્રંગ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોને ચુંટણી પ્રક્રિયાથી બાકાત રખાતા આદિવાસી વિસ્તારમાં નારાજગી વ્યાપી જવા પામી છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ ગ્રામ પંચાયતોની મુદત પુર્ણ થવા છતાં આજદિન સુધી ચુંટણી યોજાઈ નથી.મતદારો પોતાના મત્તાધિકાર ઉપયોગ કરી શકતા નથી.તેવા સંજોગોમાં તમામ પાંચ ગ્રામ પંચાયતનો વહીવટ માનીતા વહીવટદારોના ભરોસે ચાલે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના નો લાભ છેવાડાના ગામો સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી થાય છે.વિકાસના કામોને મંજુરી અપાઈ છે.પરંતુ નેત્રંગ તાલુકાના પાંચ ગામોમાં વિકાસની ગતિ ધીમી પડી હોય તેવું સ્પષ્ટપણે જણાવી રહ્યું છે.પાંચ ગામનો વિકાસ કેવી રીતે થાય છે તે પણ હાલ તપાસનો વિષય બન્યો છે.ભરૂચ જિલ્લાના જવાબદાર અધિકારીઓ-પદાધિકારીઓ રાજ્ય સરકારમાં રજુઆત કરીને નેત્રંગ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is