– ૫ વર્ષમાં ડોમેસ્ટિક વાયોલન્સના ૫૮૩ કેસ સહિત ૧૦૫૩ મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરની મદદ
– ૨૭૩ ને આશ્રય અને ૧૪૭ નું કુટુંબ સાથે પુનઃમિલન કરાવ્યું
ભરૂચ,
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે.સરકાર દ્વારા પીડિત મહિલાઓ માટે સહાયરૂપ બની રહે તે માટે ભારતના દરેક જીલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ બે કિલોમીટરની આસપાસ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.ભરૂચ જીલ્લામાં વર્ષ ૨૦૧૯ માં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-પાટણ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરની સિલિલ હોસ્પિટલના કેમ્પસમાં શરૂઆત કરાઈ હતી.હાલમાં સખી વન સ્ટોપ સેન્ટર સિવિલ હોસ્પિટલની નજીક જ ગીતાપાર્ક પાસે આવેલા સરકારી ક્વાટર્સમાં કાર્યરત છે.
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે છેલ્લા પ વર્ષમાં અત્યાર સુધી ૧૦૫૩ કેસો આવ્યા છે.આ કેસોમાં આવતી માહિલનોનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.આ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલુ હિંસા,પ્રેમ સંબંધ,લગ્નેતર સંબંધ તેમજ અન્ય રાજ્ય તેમજ અન્ય જીલ્લા ખાતે ભૂલી પડી ગયેલી મહિલાઓની મદદ કરવામાં આવે છે.આ સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ જીલ્લા કલેકટર છે અને નોડલ ઓફિસર તરીકે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત છે.
આ અંગે કેન્દ્રના સંચાલક વૈશાલી ચાવડાએ જણાવ્યુ હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આજદિન સુધી કુલ ૧૦૫૩ કેસો આવ્યા છે જેમાંથી ૨૭૩ પીડિત લાભાર્થીઓને સેન્ટર પણ આશ્રય આપેલો છે.જેમાંથી ઘરેલુ હિંસાના પીડિત લાભાર્થીઓની સંખ્યા ૫૮૩ છે.જેમ ૧૮ વર્ષથી નાની ઉંમરના કુલ ૫૪ કેસ આવ્યા છે.૧૬૨ મહિલાઓને તબીબી સહાય અપાઈ છે જ્યારે ૯૮ ને કાનુની માર્ગદર્શન જ્યારે ૬૫ ને પોલીસ સેવા આપવામાં આવી છે.૧૪૭ લાભાર્થીઓને કુટુંબ સાથે પુનઃસ્થાપન કરાયુ છે એમ મળીને જીલ્લામાં સખી સેન્ટર દ્વારા ૧૦૫૩ લાભાર્થીઓનું કાન્સિલિંગ કરવામાં આવ્યું છે.આ સેન્ટર ખાતે પીડિત મહિલાઓ માટે રહેવા- જમવા સાથે સુરક્ષાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.આ સેન્ટર ખાતે ૧૮૧ તેમજ પોલીસ મારફતે કેસો આવતા હોય છે અને મહિલાઓનું જરૂરી કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવાર સાથે ફરી સમાધાન પણ કરી આપવામાં આવે છે.આમ ભરૂચ જીલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ અને આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યુ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is